દેર આયે દુરસ્ત આયે : અંતે અવની ચોકડી નજીક ભૂગર્ભ ગટરનું ઢાંકણું નખાયું

- text


મોરબી : મોરબી શહેરના કેનાલ રોડ ઉપર અવની ચોકડી નજીક ભૂગર્ભ ગટરના મરામત કાર્ય દરમિયાન બેદરકારી રાખવામાં આવતી હતી. ગટરની કુંડી ખુલ્લી મુકવામાં આવતી હોય અકસ્માત સર્જાતા હતા. પણ અંતે આ ગટરની કુંડી ઉપર ઢાંકણું મૂકી દેવામાં આવ્યું છે.

મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી નજીક શ્યામપાર્ક ગેઇટ સામે હાલમાં ભૂગર્ભ ગટરનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ આ રીપેરીંગ કામગીરી દરમિયાન લોકોને કે વાહનચાલકોને ધ્યાનમાં આવે તે રીતે સાવધાની પૂર્વકના પગ ન લઈ તમામ ગટરના ઢાંકણ ખોલી નાખવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓ અક્સ્માતનો ભોગ બની રહ્યા હતા. તાજેતરમાં જ પીકઅપ વાહન ગટરમાં ઘુસી જતા મોટા અકસ્માત થતા સહેજમાં અટક્યો હતો.જો કે આ બનાવ બાદ તંત્રને ગંભીરતા થતા ખુલ્લી કુંડી ઉપર ઢાંકણું ઢાંકી દેવામાં આવ્યું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text