મોરબીની નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓનો B.Sc. સેમ.-1ના પરિણામમાં દબદબો

- text


મોરબી : મોરબીની નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓનો B.Sc. સેમ.-1ના પરિણામમાં દબદબો રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આયોજિત B.Sc. સેમેસ્ટર-1ની પરીક્ષાના પરિણામમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની પંડ્યા પ્રેક્ષા 90% સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને, જિલ્લામાં ચોથા સ્થાને વડાવીયા રાધિકા અને આદ્રોજા માનસી તેમજ પાંચમા સ્થાને આદ્રોજા સુમને સ્થાન મેળવી મોરબી જિલ્લા અને કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ તકે કોલેજના ટ્રસ્ટી પી. ડી. કાંજીયા અને આચાર્ય ડો. વરુણ ભીલાએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text