મોરબીની નંબર-1 પી. જી. પટેલ કોલેજમાં B.Com. અને B.B.A.માં એડમિશન પ્રક્રિયા શરૂ

- text


હોશિયાર વિદ્યાર્થીઓની પહેલી પસંદ બનતી પી.જી.પટેલ કોલેજ : સૌરાષ્ટ્ર યુનિવસિટીમાં પી.જી.પટેલ કોલેજનો રિઝલ્ટમાં ડંકો

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના રિઝલ્ટમાં ડંકો વગાડનાર અને મોરબી જિલ્લામાં બી.કોમ અને બીબીએના અભ્યાસમાં નંબર-1નું સ્થાન ધરાવતી પી.જી.પટેલ કોલેજમાં ચાલુ શૈક્ષણિક સત્રમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે.

મોરબી શહેરની મધ્યમાં શનાળા રોડ ઉપર આવેલી પી.જી.પટેલ કોલેજ હોશિયાર વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ બની છે,પી.જી.પટેલ કોલેજના સંચાલકોના બહોળા અનુભવ અને પ્રોફેસરોની ચુનંદા ટીમના અનેરા પ્રયાસોને કારણે અહીં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માત્ર ભણતરમાં જ નહીં બલ્કે ગણતરીમાં પણ નિપૂણતા મેળવી રહ્યા છે અને કોલેજ તેમજ વિદ્યાર્થીઓના સહિયારા પુરુષાર્થ થકી દરવર્ષે કોલેજના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સટીમાં ટોપર્સ બની રહ્યા છે.

પી.જી.પટેલ કોલેજ મોરબીમાં B.Com. અને B.B.A.ના અભ્યાસ માટે નંબર-1 ગણાઈ છે અહીં કોલેજમાં બહેનોની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે અને બહેનો માટે ખાસ અલગ કલાસરુમની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત કોલેજના કલાસરૂમ A.C થી સજ્જ છે.શહેરની મધ્યમાં જ સુવિધા સભર કોલેજ કેમ્પસ આવેલું હોવાથી શહેર તેમજ બહારગામથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પણ સુગમતા રહે છે.

વધુમાં પી.જી.પટેલ કોલેજમાં ફકત અને ફકત ભણતરને જ અગ્રતા આપવામાં આવે છે સાથો સાથ અહીં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના ભણતર માટે અનુકૂળ સવાર શિફટ રાખવા આવી છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ ટોપ ટેનમાં અચૂક પણે બાજી મારે છે અને આ વર્ષે પણ એક જ કલાસના ૧૨ વિધાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી મોરબી જ નહી સમ્રગ સૌરાષ્ટ્ર યુનિવસિટીમાં રિઝલ્ટનો ડંકો વગાડ્યો છે.

હાલ પી.જી.પટેલ કોલેજમાં નવા શૈક્ષણિક સત્રમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઇ ચુકી હોય બી.કોમ અને બીબીએના અભ્યાસમાં કારકિર્દી બનાવવાની સાથે ટોપર્સ બનવા ઇચ્છતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ વહેલી તકે પી.જી.પટેલ કોલેજ,શનાળા રોડ, મહેશ હોટલ પાસે મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવા અથવા મોબાઈલ નંબર 8238088777 તેમજ 9898288777 ઉપર સંપર્ક કરવો.

- text

- text