મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખે સેવાની ધૂણી ધખાવી, સ્થળાંતરીતોને આશ્રયની સાથે ભરપેટ ભોજન

- text


કાઉન્સિલર દેવાભાઈ અવાડિયા દ્વારા તેમના વોર્ડમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો તથા ગરીબો અને શ્રમિકો મળી 70 જેટલા લોકોને પટેલ સમાજ વાડી ખાતે આશરો આપી સુરક્ષિત કરાયા

મોરબી : મોરબીના કાઉન્સિલર દ્વારા સેવાની ધૂણી ધખાવીને સ્થળાંતરીતોને આશ્રયની સાથે ભરપેટ ભોજનની પણ સુવિધા આપવામાં આવી રહી છે. આમ કપરા સમયે કાઉન્સિલરે જરૂરિયાતમંદોની વ્હારે આવીને પોતાની માનવતા અને ઉદારતાનો પરચો આપ્યો છે.

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર દેવાભાઈ અવાડિયા દ્વારા સેવાકાર્યોની ભરમાર ચાલુ છે. કોરોનાકાળમાં સેવાકાર્યો હાથ ધર્યા બાદ તેઓએ તાઉતે વાવાઝોડાની આફત સમયે પણ લોકોને મદદરૂપ બનવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. તેઓએ સ્વખર્ચે 70 જેટલા ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો, ગરીબો તેમજ શ્રમિકોને પટેલ સમાજ વાડી ખાતે આશ્રયસ્થાન આપી તેઓને સુરક્ષિત કર્યા છે.

- text

આ સાથે તેઓ પટેલ સેવા સમાજવાડી ખાતે આશ્રય મેળવી રહેલા 70 લોકોને છેલ્લા 2 દિવસથી ભરપેટ ભોજન પણ કરાવી રહ્યા છે. ઉપરાંત 20 જરૂરિયાતમંદ લોકોને ટિફિન મારફત જમવાનું પણ પહોંચાડી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે જયાં સુધી વાવાઝોડાનું જોખમ પૂર્ણ નહિ થઈ જાય તેઓ દ્વારા આ સેવાયજ્ઞ ચાલુ જ રાખવામાં આવશે.

- text