મોરબી : પેરેલીસીસના એટેકને કારણે પથારીવશ હોવા છતાં મહિલા મતદાન કરવા ઉત્સાહિત

- text


 

વહીલચેરમાં આવતીકાલે મતદાન મથકે પહોંચીને મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા દરેકને મતદાન કરવાનો સંદેશ આપશે

મોરબી : ચૂંટણી એટલે લોકશાહીને મજબૂત બનાવવાનો સોનેરી અવસર. ત્યારે આવતીકાલે મોરબી જિલ્લા પંચાયત,નગરપાલિકા, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.આથી દરેક મતદારોને તેમના વિસ્તારના પ્રાણ પ્રશ્નો ઉકેલી શકે તેવા નિષ્ઠાવાન ઉમેદવાર ચૂંટવાની તક મળી છે.પરંતુ ચૂંટણીમાં ઘણા મતદારો મતદાનથી વિમુખ રહેતા હોય આવા મતદારો પણ લોકશાહીમાં વિશ્વાસ ધરાવી મતદાન કરવા ઉતાહિત થાય તેવું આશાનું કિરણ સામે આવ્યું છે.જેમાં મોરબીના એક મહિલા પેરેલીસીસના એટેકને કારણે પથારીવશ હોવા છતાં મતદાન કરવા ભારે ઉત્સુક છે.

મોરબીના સામાકાંઠે મિલનપાર્ક સોસાયટીમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા 58 વર્ષીય રંજનબેન ગણપતભાઈ વારેવડીયાના આશરે છ મહિના પહેલા જીવનમાં અણધર્યો વણાંક આવ્યો હતો.જેમાં રંજનબેનને પેરેલિસિસનો એટેક આવતા તેઓ પથારીવશ થઈ ગયા હતા. હલનચલન બિલકુલ કરી શકતા નથી.જો કે તબીબી સારવારના અંતે તેમની તબિયત હાલ સુધારા પર છે પણ પેરેલીસીસના એટેકના કારણે શરીર કામ કરતું ન હોવાથી દિનચર્યા માટે વહીલચેરનો સહારો લેવો પડે છે આવી તકલીફ ભોગવતા હોવા છતાં આવતીકાલે નગરપાલિકાની યોજનાર ચૂંટણી માટે મતદાન કરવાની તૈયારી દર્શાવે છે.

- text

રંજનબેનના પુત્ર પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે, તેમના માતા નિરક્ષર છે.પણ દેશ અને દુનિયાદારીનું પૂરેપૂરું જ્ઞાન છે.તેમને લોકશાહીમાં અતૂટ વિશ્વાસ છે.તેઓ અત્યાર સુધીમાં ક્યારેય મતદાન ચુક્યા નથી.હમણાં વિધાનસભાની પેટા ચૂંટણી હતી.ત્યારે પણ તેઓ પેરેલીસીસ એટેકને કારણે પથારીવશ હોવા છતાં મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. હાલ પણ તેઓ હલનચલન કે બોલી શકતા નથી પણ ઘરમાં મતદાન કરવા અંગેની કાપલી આવતા રંજનબેને સાંકેતિક ભાષામાં જ મતદાન કરવા પોતે તૈયાર હોવાનું જણાવ્યું હતું.આવતીકાલે તેઓ પુત્ર સાથે વહીલચેરમાં બેસીને મતદાન કરશે ત્યારે આ મહિલા નિરુત્સાહ મતદારો માટે પ્રેરણાનું ઝરણું બન્યા છે.

- text