વોર્ડ નંબર-7માં અપક્ષ ઉમેદવાર પદુભા ઝાલાના સીસીટીવી કેમેરાની ભાજપ-કોંગ્રેસ ઉપર બાઝનજર

- text


 

મોરબી : મોરબી નગરપાલિકાના ચૂંટણી જંગમાં વોર્ડ-7માંથી સીસીટીવી કેમેરાના નિશાન સાથે અપક્ષ મેદાને ઉતરેલા ઝાલા પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ (પદુભા) ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ઉપર ખરાઅર્થમાં સીસીટીવી કેમેરાની જેમ જ બાઝનજર રાખી મતદારોમાં આકર્ષણ જમાવી રહ્યા છે.

- text

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-7માં લોકોના પ્રશ્ન માટે સતત દોડતા રહેતા ઝાલા પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ (પદુભા) આ ચૂંટણીમાં પક્ષાપક્ષીથી દૂર રહી ખરા અર્થમાં લોકોની સેવા કરવાની નેમ સાથે અપક્ષ મેદાનમાં ઉતર્યા છે અને પ્રજાના પૈસાનો દુર્વ્યય કરતા ભ્રષ્ટ રાજકારણીઓની શાન ઠેકાણે લાવવા તેમનું ચૂંટણી ચિન્હ પણ સીસીટીવી કેમેરા મળ્યું છે,વોર્ડ નંબર -7માં પ્રજાજનો સાચા લોકસેવક એવા પદુભા ઝાલાની જીત માટે કોલ આપી રહી હોવાનું તેમને જણાવ્યું હતું.

- text