મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી

- text


 

 

શહેરીજનોને ત્રિરંગાનો ટેગ લગાવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી

મોરબી : 26 જાન્યુઆરીના રોજ મોરબીમાં ઠેર-ઠેર 72માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

- text

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેશની આન, બાન અને શાન સમા ત્રિરંગા (રાષ્ટ્રધ્વજ)ના પ્રતીક રૂપે ત્રિરંગાના ટેગને મોરબીમાં આવેલી વિવિધ જાહેર સ્થળ પર વિતરણ કરીને નાગરિકોમાં ત્રિરંગા અને દેશ પ્રત્યે આદરભાવ અને રાષ્ટ્ર ભાવના પ્રગટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક શહેરીજન સંકળાય તેવી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text