વાઘપર પ્રાથમિક શાળામાં આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું

- text


 

મોરબી : વાઘપર ગામની વાઘપર પ્રાથમિક શાળામાં આચાર્ય રાજેશભાઇ પરમાર તેમજ શાળા પરિવારના સહકાર થકી 72માં પ્રજાસત્તાક પર્વની કોરોના ગાઈડલાઈન મુજબ, સોશિયલ ડિસ્ટનસનું પાલન કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

- text

આજના કોરોના મહામારીના સમયમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર આરોગ્ય વર્કર્સ (કોરોના વોરિયર્સ)ને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નર્સ તરીકે ફરજ બજાવતા હર્ષિદાબેન દસાડીયાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ ઉપસ્થિત લોકોને કોરોના વેકસીન તેમજ આરોગ્યવિષયક માહિતી આપવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વાઘપર ગામના સરપંચ કેશવજીભાઈ કડીવાર, મહાકાલી વિદ્યાલયના આચાર્ય પ્રભાતભાઈ બોરીચા, આશાવર્કર્સ બહેનો તેમજ ગ્રામજનોએ હાજરી આપેલ હતી.

- text