72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી : મોરબીમાં એલ. ઈ. ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાયો

- text


કલેક્ટર જે. બી. પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું : મોરબીવાસીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

મોરબી : તા. 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિન. જે નિમિત્તે દેશભરમાં આજે 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશપ્રેમ સાથે કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ એલ. ઈ. કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર જે. બી. પટેલના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

72માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લામાં શાનદાર ઉજવણી માટે એલ. ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરેડ યોજાઈ હતી.

જેમાં પરેડ કમાન્ડર તરીકે વાંકાનેર તાલુકાના PSI આર. પી. જાડેજાએ ફરજ નિભાવી હતી. તેમજ વિવિધ પ્લાટુનમાં PSI બી. વી. ઝાલા, RSI જી. એમ. ડાંગર, PSI આર. એ. જાડેજા, ASI આર. એમ. ઝાલા, PSI એસ. એમ. રાણા, WASI નેહલબેન ખડિયા, PSI બી. ડી. પરમાર, WASI એ. બી. દેત્રોજા, અનિકેત સોલંકી, સંજયસિંહ ભાટિયા અને ASI જે. ડી. ડામોર સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પરેડ યોજાયા બાદ કલેક્ટર જે. બી. પટેલએ પ્રજાસત્તાક પર્વને લઈને પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. ત્યારબાદ દેશભક્તિના માહોલને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, જિલ્લામાં સમગ્ર વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરનાર તેમજ કોવીડમાં ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ ગણતંત્ર દિવસ નિમિત્તે માર્ગ-મકાન (પંચાયત) સબડિવિઝન કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલેક્ટર જે. બી. પટેલ, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પોલીસવડા એસ. આર. ઓડેદરા, અધિક કલેક્ટર કેતન જોશી સહિતના અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણીમાં કોવીડની ગાઇડલાઇન મુજબ મર્યાદીત સંખ્યાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

- text

- text