મોરબીમાં ‘વ્હાલી દિકરી’ યોજનાના મંજુરી હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ગત તા. 23ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે ‘વ્હાલી દિકરી’ યોજનાના મંજુરી હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા અધિક્ષક એસ. આર. ઓડેદરા, નાયબ અધિક્ષક પઠાણ સાહેબ તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારી શૈલેષ અંબારિયા, પી.આઈ. સોનારા, પી.આઇ. આલ, યુવા ઉદ્યોગપતિ અજય લોરિયા અને પાલિકા પ્રમુખ કેતન વિલપરાની ઉપસ્થિતિમાં ‘વ્હાલી દિકરી’ યોજનાના લાભાર્થીઓને રૂબરૂ મંજુરી હુકમ અર્પણ કરવામાં આવેલ હતા.

- text

આ કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા ‘વ્હાલી દિકરી’ યોજના ઉપક્રમે સ્ત્રી-શિક્ષણમાં વધારો થાય, બાળક-મહિલા સશક્ત બને, બાળકના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે, તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા દ્વારા ‘વ્હાલી દિકરી’ યોજના ઉપક્રમે બાળકીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે, સ્ત્રી-પુરૂષ વચ્ચેની અસમાનતા ઘટે, બાળલગ્ન અટકાવવા અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન મહિલા-બાળ વિકાસ વિભાગ અંતર્ગત પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના પિયુતાબેન કણસાગરા, પરમાર રેખાબેન તેમજ ચાર્મીબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા વ્યવસ્થા પુરી પાડવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text