વાંકાનેર નજીક સતર્કતાથી ટ્રેન અકસ્માત અટકાવનાર રેલવે કર્મીઓનું સન્માન

- text


 

મોરબી : વાંકાનેરના અમરસર સિંધાવદર નજીક ગત 4 ડિસેમ્બરના સવારે 3:10 વાગ્યે રેલવે પાટાનું વેલ્ડીંગ તૂટેલ હોય જેની જાણ રાજકોટ ડિવિઝનના પેટ્રોલમેન વિકાસ કુમારના ધ્યાને આવતા અકસ્માતની સંભાવનાને લઈ સબંધિત વિભાગને ધ્યાન દોર્યું હતું .અને સમયસર રીપેરીંગ કામ થઇ જતા અકસ્માત થતા અટકી ગયો હતો.

આ ઉપરાંત ગત 12 ડિસેમ્બર ના રોજ જાલિયા દેવાણી સ્ટેશન યાર્ડમાં રેલનો પાટાનો ગ્લૂડ જોઈન્ટ તૂટેલ હતા. આ અંગેની સુચના સંબંધિત વિભાગને ધ્યાન દોરતા લોકો પાયલોટ મોરબી ધીરજલાલ ડી. રાજશેખર સિંહ પોઈન્ટમેંન નવલખીને જાણ કરતા પાટાનું સમયસર રીપેર કામ થતા અકસ્માત થતો અટકાવ્યો હતો.

ત્રીજી ઘટનામાં ગત. 20 ડિસે.ના રોજ માલગાડીના વેમન્ટ સમયે જર્કનો અનુભવ થતા તેની સૂચના નવલખી સ્ટેશન માસ્તરને આપી હતી. સ્ટેશન માસ્તરે પોઇન્ટ મેન રાજ શેખર સિંહને જાણ કરતા તેઓએ ચકાસણી કરતા પાટા પર ક્રેક સામે આવતા તુરત રિપેર કરવામાં આવતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

- text

આમ અલગ અલગ ત્રણ જેટલી કર્મચારીઓની સતર્કતાથી મોટી દુઘટનાઓ અટકી જતા મોટી જાન માલને થતું નુકશાન બચી ગયું હતું.આ કર્મચારીઓની કામગીરીને બિરદાવવા ડી.આર.એમ પરમેશ્વર ફૂંકવાલાના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ પ્રબંધક આર.સી.મિના સુરક્ષા અધિકારી એન આર.મીના યાંત્રિક એન્જી. એલ.એન.દહમાં હાજર રહ્યા હતા.

- text