ટંકારામાં ન્યુ વિઝન સ્કૂલ ખાતે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે નિમિત્તે સેમિનાર યોજાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના અધ્યક એસ. એન. પૂંજાણીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે તા. 24ના રોજ ટંકારામાં આવેલ ન્યુ વિઝન સ્કૂલ ખાતે નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિદ્યાર્થીનીઓ માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો.

આ સેમિનારમાં મહિલાઓને લગતા કાયદાઓ વિષે જાણકારી આપવામાં આવી હતી. અને હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીથી બચવાના ઉપાયો અને સાવચેતી રાખવા અંગેના પેમ્પ્લેટ આપી અને માહિતી આપેલ હતી. જેમાં ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના લીગલ એડવોકેટ મુકેશ વી. બારૈયા તથા શાળાના પ્રમુખ દિલીપભાઈ આર. બારૈયા અને શાળાની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકગણે પણ ભાગ લીધેલ હતો.

- text

- text