નવી GIDC સ્થાપવાના CMના નિર્ણયને આવકારતા પ્રકાશ વરમોરા

- text


મોરબી : ભારતના જી.ડી.પી.ને વર્ષ 2030 સુધીમાં 10 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને તેમજ ગુજરાતની જી.ડી.પી. 1.5 ટ્રિલિયન કરવાના મુખ્યમંત્રીના સંકલ્પને ચરિતાર્થ કરવા ગુજરાતના ઉદ્યોગકારો વધુમાં વધુ યોગદાન કરે તે હેતુ સાથે ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન્સ (ગુજરાત) કામ કરી રહ્યું છે. ત્યારે ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન્સ દ્વારા કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી દ્વારા આજે તા. 22ના રોજ રાજ્યભરમાં 8 નવી GIDC સ્થાપવાની જાહેરાત કરવામાં આવેલ છે.

- text

ત્યારે આ બાબતે ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન્સના પ્રમુખ પ્રકાશ વરમોરાએ યાદીમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી દ્વારા નાના મોટા તમામ ઉધોગોને આધુનિક બનાવવા આ જાહેરાત કરવામાં આવેલ છે, તે સરાહનીય છે. જેને તમામ ઉદ્યોગકારોએ આવકારેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એમ. કે. દાસ, આઇ.એ.એસ. (અધિક મુખ્ય સચિવ, ઉ. અને ખા.), બલવંતસિંહ રાજપુત (ચેરમેન-જીઆઇડીસી), એમ. થેન્નારસન, આઇ.એ.એસ. ઉપા. અને વ.સં.-જીઆઇડીસી) ઉદ્યોગલક્ષી સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્ન છે અને ગુજરાતને આત્મનિર્ભર કરવા માટે આજની જાહેરાતો સિમાચિન્હ છે. જેને લઈને ગુજરાતના તમામ ઉદ્યોગસાહસિકો આભારની લાગણી અનુભવે છે. તેમ ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન્સના પ્રમુખ પ્રકાશ વરમોરાએ યાદીમાં જણાવી 8 નવી GIDC બનાવવાના મુખ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો છે.

- text