વેકસીનનો બીજો રાઉન્ડ : મોરબીમાં આવતીકાલે મંગળવારે બે સ્થળે કોરોના વેકસીન અપાશે

- text


સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 100-100 આરોગ્ય સ્ટાફને રસી મુકાશે

મોરબી : 16 મી જન્યુઆરીએ દેશભરની સાથે મોરબી જિલ્લામાં કોરોના વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના વેકસીન આપવાનો પ્રથમ તબબકો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા બાદ આવતીકાલે બીજો રાઉન્ડ શરૂ થનાર છે. જેમાં મોરબી જિલ્લામાં બે સ્થળે કોરોના વેકસીનનું બીજા તબક્કાનું વેકસિનેશન હાથ ધરાશે. આ કાર્યક્રમ હેઠળ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 100-100 આરોગ્ય સ્ટાફને રસી મુકાશે.

- text

મોરબીની સિવિલ હોસ્પિટલમાં અને શનાળા રોડ પર આવેલી ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં આવતીકાલે કોરોના રસીકરણનો બીજો રાઉન્ડ શરૂ થશે. આવતીકાલે મંગળવારે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી આ બન્ને હોસ્પિટલમાં 100-100ના આરોગ્ય સ્ટાફને કોરોનાની રસી મુકવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં 160 ડોક્ટરો સહિતના આરોગ્યના સ્ટાફને સફળતાપૂર્વક કોરોનાની રસી મુકવામાં આવી હતી. જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં 100 અને હળવદના સાપકડા પીએચસી સેન્ટર ખાતે 60 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. હવે કાલે મંગળવારે બન્ને હોસ્પિટલમાં 100-100 વ્યક્તિઓને રસી આપવાનું આયોજન થયું છે એમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરાએ જણાવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમાં જે લોકોને રસી મુકાઈ હતી તેને નોર્મલ તાવ જેવા લક્ષણો દેખાયા છે. એ સિવાય કોઈ આડઅસર દેખાઈ નથી. સામાન્ય રીતે કોઇપણ રસી મુકાવો એટલે નોર્મલ તાવ આવવો એ સામાન્ય બાબત છે.એમાં ગભરવાની જરા પણ જરૂર નથી.

- text