ગૂંગણ ગામે ઝેરી દવા પીને સગીરાનો આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના ગુંગણ ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને વધુ તપાસ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ માળીયા મિયાણા તાલુકાના કુંતાસી ગામે રહેતા દેવશીભાઈ બાબરીયાની ૧૭ વર્ષીય પુત્રી પુનમબેને મોરબી તાલુકાના ગુંગણ ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેતા તેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.એમ. જાડેજાએ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યા મુજબ મૃતક પુનમબેન અને તેના ભાઇની સગાઈ સામસામે ગોઠવાતી હતી. જે સબંધ મૃતકને પસંદ ન હોય તેણીએ આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.

- text