મોરબી સી.પી.ઇ. ચેપ્ટર આયોજિત સેમિનારમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા

- text


મોરબી : મોરબી સી.પી.ઇ. ચેપ્ટર આયોજિત સેમિનારમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પહેલી વખત મોરબીમાં આવ્યા હતા. તેમજ સેમિનારમાં જીએસટી અને ટેક્સ વિષે જરૂરી સૂચનો આપ્યા હતા.

મોરબી સી.પી.ઇ. ચેપ્ટર દ્વારા ફ્લોરા રિવર સાઇડ ખાતે યોજાયેલ સેમિનારમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (ICAI)ના પ્રેસિડેન્ટ CA અતુલ ગુપ્તા અને વાઇસ પ્રેસિડેન્ટ CA નિહાર જંબુસરિયા અને સેંટ્રલ કાઉન્સીલ મેમ્બર તથા રીજઓનલ મેમ્બર-વેસ્ટર્ન રિજિયન ઈન્ડિયા, મોરબી ખાતે આવેલ હતા. મોરબીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉટન્ટ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ પેહલી વખત આવ્યા હતા. તે દરમિયાન મોરબી શહેરની સિરામિક ઇન્ડસ્ટ્રી, ઘડિયાળ ઇન્ડસ્ટ્રી, પેપર મિલ ઇન્ડસ્ટ્રી, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી વિષે માહિતીગાર કર્યા હતા. તેમજ મોરબી શહેરના ઉદ્યોગ જીએસટી તેમજ ઇનકમ ટૅક્સ વિષે સૂચનો હતા. તો કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીશું તેવી ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં મોરબી સી.પી.ઇ. ચેપ્ટરના ઓબ્સર્વર CA વિજય સીતાપરા, કન્વીનર CA રાજેશ એરણિયા, ડેપ્યુટી કન્વીનર CA ચિરાગ સંઘાણી તેમજ 100 જેટલા CA હાજર રહ્યા હતા.

- text

- text