પાટીદાર કોરોના કેર સેન્ટરમાં એમ્બ્યુલન્સની સેવા આપવા બદલ જલારામ મંદિરના અગ્રણીઓનું સન્માન કરાયું

- text


ચાર માસ સુધી કોરોના કેર સેન્ટરમાં રહી એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે પ્રવિણભાઈ કારીયાએ સેવા આપી

મોરબી : પાટીદાર કોરોના કેર સેન્ટરમાં ચાર માસ સુધી નિ:સ્વાર્થભાવે સેવા અર્થે એમ્બ્યુલન્સ આપવા બદલ મોરબી સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓને બિરદાવવામાં આવ્યા હતા. જલારામ મંદિર-મોરબીના અગ્રણી પ્રવિણભાઈ કારીયા દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટરમા ચાર માસ સુધી રહી ડ્રાઈવર તરીકે સેવા આપી સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પુરુ પાડ્યુ હતું.

સમગ્ર વિશ્વમા કોરોના વાઈરસે પોતાનો કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે મોરબી કડવા પાટીદાર સમાજ દ્વારા જોધપર મુકામે પાટીદાર કોરોના કેર સેન્ટર શરૂ કરવામા આવ્યુ હતુ. જેમા ૫૦૦થી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર તેમજ સેવા-શુશ્રુષા કરવામા આવી હતી. પાટીદાર કોરોના કેર સેન્ટરમા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પોતાની એક એમ્બ્યુલન્સ આપવામા આવી હતી.

- text

જેમા જલારામ મંદિરના અગ્રણી પ્રવિણભાઈ કારીયા દ્વારા ચાર માસ સુધી કોરોના કેર સેન્ટરમા રહી નિ:સ્વાર્થભાવે એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે સેવા પ્રદાન કરવામાં આવી હતી. મોરબી જલારામ મંદિરની સેવા બદલ ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, પ્રવિણભાઈ કારીયા, નિર્મિત કક્કડ સહીતના જલારામ મંદિરના અગ્રણીઓને પાટીદાર કોરોના કેર સેન્ટરના પ્રમુખ ગંગારામભાઈ ધમાસણા, મંત્રી રામજીભાઈ બાવરવા સહીતના અગ્રણીઓ તથા સમસ્ત પાટીદાર સમાજે સન્માન પત્ર અર્પણ કરી બિરદાવવામાં આવ્યા છે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવ્યું છે.

- text