ડેઈલી માર્કેટ રિપોર્ટ : કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ

- text


 

સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો: બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૧૧૫૦૫ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૮૧૭૫૮ સોદામાં રૂ.૧૧૫૦૫.૬૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૩ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪૭૭ વધી આવ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો, જ્યારે રબરમાં સુધારાનો સંચાર થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૪૮૯૧ સોદાઓમાં રૂ.૫૫૦૬.૪૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૬૬૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૯૯૫ અને નીચામાં રૂ.૪૮૬૦૮ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૩ વધીને રૂ.૪૮૮૪૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૩૬૭ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૮૭૬ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૯ વધીને બંધમાં રૂ.૪૮૮૮૪ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૫૦૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૫૭૦૩ અને નીચામાં રૂ.૬૪૮૮૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૭૭ વધીને રૂ.૬૫૨૪૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૫૦૦ વધીને રૂ.૬૫૨૩૭ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૫૦૬ વધીને રૂ.૬૫૨૫૧ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૩૪૪૯ સોદાઓમાં રૂ.૨૩૩૧.૩૭ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૮૧૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૫૨ અને નીચામાં રૂ.૩૮૦૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨ વધીને રૂ.૩૮૪૭ બંધ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૩૫૭૪ સોદાઓમાં કુલ રૂ.૪૦૬.૬૨ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૧૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૧૬૦ અને નીચામાં રૂ.૨૧૦૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦ ઘટીને રૂ.૨૧૦૩૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૪૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૮ ઘટીને બંધમાં રૂ.૯૪૧.૯ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૮૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૧૪ અને નીચામાં રૂ.૯૭૬ રહી, અંતે રૂ.૯૭૭.૮ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯૭ અને નીચામાં રૂ.૧૧૮૭ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭ ઘટીને રૂ.૧૧૮૯.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

રબરનો જાન્યુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫,૬૬૦ અને નીચામાં રૂ.૧૫,૫૫૦ બોલાઈ, અંતે રૂ.૭૧ વધી રૂ.૧૫,૬૩૪ના સ્તરે બંધ થયો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૩૮૪ સોદાઓમાં કુલ રૂ.૨૮૮૮.૨૯ કરોડ ની કીમતનાં ૫૯૧૫.૭૫૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૩૫૦૭ સોદાઓમાં કુલ રૂ.૨૬૧૮.૧૯ કરોડ ની કીમતનાં ૪૦૧.૦૪૮ ટન, ક્રૂડ તેલમાં ૪૮૯૪ સોદાઓમાં રૂ.૩૧૮.૫૫ કરોડનાં ૮૩૧૯૦૦ બેરલ્સ, કોટનમાં ૪૦૬ સોદાઓમાં રૂ.૩૧.૯૦ કરોડનાં ૧૫૦૫૦ ગાંસડી, સીપીઓમાં ૩૦૩૦ સોદાઓમાં રૂ.૩૬૬.૪૮ કરોડનાં ૩૯૧૭૦ ટન, મેન્થા તેલમાં ૫૯ સોદાઓમાં રૂ.૬.૬૦ કરોડનાં ૬૬.૯૬ ટન, કપાસમાં ૩૦ સોદાઓમાં રૂ.૮૫.૬૨ લાખનાં ૧૪૪ ટનના વેપાર થયા હતા. રબરના વાયદામાં ૪૯ સોદામાં રૂ.૭૮.૩૯ લાખનાં ૫૦ ટનનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૮૨૨૧.૭૭૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૩૦.૭૫૩ ટન, ક્રૂડ તેલમાં ૨૪૭૩ બેરલ્સ, કોટનમાં ૧૫૧૧૭૫ ગાંસડી, સીપીઓમાં ૮૬૦૯૦ ટન, મેન્થા તેલમાં ૧૪૧.૪૮ ટન અને કપાસમાં ૨૯૨ ટન તથા રબરમાં ૧૬૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૬ અને નીચામાં રૂ.૪૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૯ અને નીચામાં રૂ.૧૦૨.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૩ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૯૭૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૨૮.૫ અને નીચામાં રૂ.૯૭૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૩૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૯૬ ખૂલી, ઊપરમાં રૂ.૭૯૬ અને નીચામાં રૂ.૬૧૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦૧ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૦.૧ અને નીચામાં રૂ.૧૫૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૫.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૫૦ અને નીચામાં રૂ.૨૧૪.૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૯.૨ બંધ રહ્યો હતો.

- text