મોરબીમાં વ્યાજના નાણા વસુલ કરવા વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી : પોલીસ ફરિયાદ

 

મોરબી : મોરબીમાં રૂ. 20લાખ વ્યાજે આપીને ધાક ધમકી તથા માર મારી પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે એક વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં અવની ચોકડી વિસ્તારમાં રહેતા વેપારી હિતેશકુમાર કેશવજીભાઇ કામરીયા ઉ.વ. ૩૫ એ તાલુકા પોલીસ મથકે રામભાઇ આહીર રહે. નાગડાવાસવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પાસેથી રૂ.20 લાખ 6 ટકા વ્યાજે રકમ આપી હતી. ચાલુ માસના વ્યાજની રકમ નહી આપતા ઓફીસે ફોન બોલાવી ગાળો આપી શર્ટ પકડી બે ત્રણ ઝાપટો મારી પૈસા નહી આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.