ઉત્તરાયાણના શુભ દિવસે દાન પુણ્ય કરવાથી મળે છે બે ગણું પુણ્ય

- text


 

ભીષ્મ પિતામહે પણ પ્રાણ ત્યાગવા માટે છ મહિના સુધી સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશે તેની રાહ જોઈ હતી.

મોરબી: સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે છે તેને સંક્રાતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં બાર સંક્રાતિઓ થાય છે. ત્યારે મક્કરસંક્રાતિ શરૂ થાય છે. જે 14 જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. વર્ષ 2016માં જાન્યુઆરી મહિનામાં ખગોળીય દ્રષ્ટિએ મક્કરસંક્રાતિ 14 જાન્યુયારીના બદલે 15 જાન્યુઆરીના દિવસે હતી. આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પારિભ્રમણની દિશામાં પણ પરીવર્તન કરી થોડોક ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

આ સાથે ઉત્તરાયાણના દિવસે ગુજરાતમાં પતંગોનું અનેરું મહત્વ રહેલું છે અને આ આ દિવસે નાના બાળકોથી માંડીને વડીલ વૃદ્ધ મકાનની છત પર ચડીને ઘરના બધા સદસ્યો મળીને તહેવારની ઉજવણી કરતાં હોય છે. આ સાથે તલની ચીકી , શીંગની ચીકી, શેરડી, જિંજરા ખાવા માટે સાથે હોય તો તેની અનેરી મજા હોય છે.

આ કાળને દેવકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતીક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વીંધાઈ ગયું. તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઈ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે ત્યારે તેઓએ છ મહિના સુધી રાહ જોઈ હતી અને જ્યારે ઉત્તરાયણમાં સૂર્યનો પ્રવેશ થાય છે ત્યારે પ્રાણ ત્યજે છે.

- text

ઉત્તરાયણના દિવસે કરવામાં આવતું પુણ્ય બે ગણું મળતું હોવાથી આ દિવસે વધુ દાન કરવામાં આવે છે અને તેનું અનેરું મહત્વ રહેલું છે. ખાસ કરીને ગાયને ઘાસચારો ખવડાવવામાં આવે છે, અને ગરીબોને કાળા તલની ચીકી કે લાડુળી દાન કરવામાં આવે છે તે અત્યંત શુભ માનવમાં આવે છે. આ દિવસે કરેલું દાનનું ખૂબ મહત્વ છે અને આ દિવસે કરેલું દાન ખૂબ લાભદાયી હોય છે.

વૈજ્ઞાનિકોના મતે તલની ગરમ આબોહવા હોય છે જેથી શિયાળામાં તે ખાવાથી શરીરને શિયાળાના ઠંડા પવન સામે રક્ષણ મેળવવા માટે મદદરૂપ થાય છે.

- text