આભની અટારીએ જામ્યું પતંગ યુદ્ધ : મોરબીમાં ઉતરાયણની હર્ષોલ્લાસભેર ઉજવણી

- text


દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાઇપો છે” ની નિર્દોષ ધમાલ મસ્તીની છોળો ઉડી, આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું : તલ,મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી,બોર ,ઝીઝરા, ઉધયુની જ્યાફ્ટ સાથે મકરસંક્રાંતિએ દાન-પૂર્ણયની સરવાણી વહી

મોરબી : રંગીલા અને મોજીલા મોરબીવાસીઓએ કાઈટ ફેસ્ટિવલની નિર્દોષ ધમાલ મસ્તી સાથે ઉજવણી કરી હતી.સરકારની કોરોના અંગેની ગાઈડલાઈનનો ચુસ્તપણે પાલન કરીને મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ ઉપરથી કાઇપો છે ની ચીચીયારીની આંધી ઉઠી હતી. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ઢંકાઈ ગયું હતું અને આકાશમાં રીતસરનું પતંગ યુદ્ધ ખેલાયું હતું.જ્યારે મકરસંક્રાંતિએ દાન પુણ્યનો મહિલા હોવાથી દરેક લોકોએ દાન પુણ્ય કરીને ઉતરાયણની ઉજવણી કરી હતી.

- text

મોરબીમાં આજે ઉતરાયણ પર્વ પર દરેક લોકોમાં ભારે આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો.જો કે ઉતરાયણ નિમિતે છેલ્લી ઘડી સુધી પતંગ અને દોરીની ખરીદી માટે પડાપડી થઈ પડી હતી અને રાતભર ઠેરઠેર દોરીઓને માંજા પાવાનું કામ ધમધમતુ રહ્યું હતું અને ઉતરાયણે સવાર પડતાની સાથે દરેક મકાનની અગાશીઓ પર પરિવારના લોકો પતંગ દોરો તથા ચીકીઓ, તલ, મમરાના લાડુ,બોર, શેરડી સહીતની તમામ જરૂરી સામગ્રી સાથે ગોઠવાઈ ગયા હતા અને એ સાથે પેચ લડાવવાનું શરૂ થયું હતું.દરેક મકાનના ધાબા પરથી આકાશમાં પતંગોની ભરમાર જામી હતી.જાણે આખું આકાશ પતંગ મય બન્યું હતું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું.દરેક મકાનની અગાશીઓ ઉપરથી “કાઇપો છે” ની નિર્દોષ ધમાલ મસ્તીની છોળો ઉડી હતી આખો દિવસ પેચ લડવાની સાથે તલ,મગફળીની ચીકી, તલ-મમરના લાડુ શેરડી,બોર ,ઝીઝરા, ઉધયુની જ્યાફ્ટ ઉડી હતી.જો કે, મકરસંક્રાંતિએ દાન પુણ્યનો મહિલા હોવાથી દાનની સરવાણી વહી હતી.વિવિધ ગૌશાળાઓ દ્વારા દાન એકત્ર કરવા માટે સ્ટોલ નાખવામાં આવ્યા હતા.જેમાં દરેક લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કર્યું હતું.તેમજ ગૌમાતા સહિતના અબોલ પશુઓને ઘાસચારો કે અનાજ ખવડાવીને લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

- text