ઉત્તરાયણનો ઉત્સાહ સાતમાં આસમાને : છેલ્લી ઘડીએ બજારોમાં લોકો ઉમટ્યા, ધૂમ ખરીદી

- text


કાલે કાય પો છેના ગગનભેદી નારા સાથે લોકો તલ સાંકળી-મગફળી સહિતના પાકો, ઝીઝરા બોર, શેરડી અને ઉંધીયાની જ્યાફત ઉડાવશે

મોરબી : મોરબીમાં ઉતરાયણ ફીવર છવાઈ ગયો છે. કાલે સવારથી દરેક અગાશીઓ પરથી આભની અટારીએ પતંગ યુદ્ધ જામશે.જો કે આ વખતે દરેકતહેવારોની જેમ ઉતરાયણ પર્વને પણ કોરોનાનું વિઘ્ન નડયું છે.આથી કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ પતંગોત્સવની ઉજવણી કરવી પડશે. તેમ છતાં પણ અબાલ વૃદ્ધ સહિત સો કોઈ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ પતંગોત્સવની ઉજવણી કરવા ઉત્સાહિત થયા છે.આબાલવૃદ્ધ સહિત સો કોઈએ છેલ્લી ઘડી સુધી તૈયારીઓ કરીને પેચ લડાવવા ભારે રોમાંચિત છે.

મોરબીમાં મકરસંક્રાંતિની ઉજવણીમાં કોરોનાનું ગ્રહણ નડયું છે અને પતંગ ચગાવવા માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.દરેક અગાશીએ માત્ર પરિવારના લોકો જ પતંગ ચગાવી શકશે.અને મ્યુઝિકની ધામલ મસ્તી.ઉપર પણ પાંબધી લાદવામાં આવી છે.આમ છતાં પણ મોરબીવાસીઓ આ તહેવારની સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઉજવણી કરવા ઉત્સાહિત જોવા મળે છે અને આવતીકાલે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ પતંગોત્સવની ઉજવણી કરાશે. જ્યારે કોરોનાને કારણે આ વખતે પતંગ-દોરાનું ઓછું ઉત્પાદન થતા ભાવો વધ્યા છે.પતંગ બજારો અત્યાર સુધી શુષ્ક હતી.તેમાં હવે નવો પ્રાણ ફૂંકાયો છે.મકરસંક્રાંતિની છેલ્લી ઘડીએ પતંગ-દોરીની ધૂમ ખરીદી થઈ હતી.

ઉતરાયણ નિમિતે તલ સાંકળી અને મગફળીના પાકો તેમજ તલ મમરાના લાડુની ખરીદી થઈ હતી.આ પાકોમાં આ વખતે થોડો ભાવ વધારો થયો હતો.જેમાં આ તલ તલ સાંકળી અને મગફળીના પાકોના કિલોએ રૂ.180 માંથી રૂ 200 થઈ ગયા છે.એટલે રૂ.20નો વધારો થયો છે અને ડ્રાઈફૂટના જે રૂ.900 હતા તેમાં પણ 10 ટકા જેવો ભાવવધારો થયો છે. ઉતરાયણના દિવસે અંદાજે 40 હજાર કિલો આ તલ અને મગફળી સહિતના પાકો લોકો આરોગશે. ઉતરાયણ નિમિત્તે ચટાકેદાર ઉંધીયું ખાવોની અનોખી.પરંપરા છે. વિવિધ શાકભાજીના ભાવો ગયા વર્ષ જેટલા જ રહ્યા છે.આથી અંદાજે 50 હજાર કિલો ઉંધીયું મોરબીવાસીઓ ઝાપટી જશે.આ ઉપરાંત ઝીઝરા ,શેરડી બોર સહિતની વસ્તુઓ પણ લોકો આરોગશે.પતંગ દોરા, પીપૂડા, ટેડીબેર સહિતનું અદાજીત 3 કરોડનું માર્કેટ છે.આથી આજે પતંગ અને દોરીની ખરદીમાં પડાપડી થઈ હોવાથી લોકો કોરોનાને ભુલીને મોજ મસ્તીથી પતંગોત્સવ મનાવશે.

- text

દાન પુણ્ય માટે સ્ટોલ અને પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત

ઉતરાયણે પતંગના દોરાથી પશુ.પક્ષીઓના ઘાયલ થાય તો તેમને તાત્કાલીક સારવાર માતે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. મકરસંક્રાંતિએ દાન પુણ્યનો મહિમા હોવાથી દરેક લોકો દાનની સરવાણી વહાવશે. જ્યારે વધુ ઘાસચારો કે અનાજ ખાવાથી ગાયને આફરો ચડી જતો હોવાથી અબોલ પશુઓને ઓછા આહાર ખવડાવાની અપીલ કરવામાં આવી છે.જ્યારે ગૌશાળાઓ દ્વારા દાન પુણ્ય માટે ઠેરઠેર સ્ટોલ નાખવામાં આવ્યા છે.સામાન્ય લોકો પણ ઉતરાયણ ઉજવી શકે એ માટે લાયન્સ કલબ ,જલારામ મંદિર સહિતની સંસ્થાઓ દ્વારા રાહત દરે ઉધયું, વિવિધ જાતની ચીકીઓ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text