બેલા-પીપળી અને સરતાનપર રોડ પર ટ્રાફિકજામ

- text


મોરબી : મોરબીના બેલા-પીપળી રોડ પર આજે છેલ્લા એક કલાકથી ટ્રાફિક જામ સર્જાયો છે. જાણવા મળતી વિગત મુજબ રોડ પરના ખાડાખબડાને કારણે ટ્રાફિક જામ થયો છે. જેના કારણે રોડની બંને તરફ નાના-મોટા વાહનોની લાંબી લાઈનો લાગી છે. જયારે સરતાનપર રોડ પર પણ બપોરે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે કન્ટેનરચાલક કન્ટેનર રસ્તા વચ્ચે મૂકીને ક્યાંક જતા રહેતા ટ્રાફિક થયો હોવાનું જાણવા મળે છે. આ બંને રોડ પર સીરામીક ફેક્ટરીઓ આવેલ છે. તેમજ આખો દિવસ ધમધમતા રોડ છે. આથી, ફેક્ટરીએ આવતા-જતા કે માલસામાનની હેરાફેરી કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- text

- text