ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: સોનું રૂ.૭૦૨ અને ચાંદી રૂ.૧,૪૪૬ તૂટ્યા

- text


તમામ બિનલોહ ધાતુઓમાં પણ ઘટાડો: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સુધારો: રબરમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ.૧૮૬૩૪ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૮૦૨૦૩ સોદામાં રૂ.૧૮૬૩૪.૨૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો. સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.૭૦૨ અને ચાંદી કિલોદીઠ રૂ.૧,૪૪૬ તૂટ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટીને ટ્રેડ થઈ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલમાં સુધારા સામે રબરમાં નરમાઈ હતી

કોમોડિટી ઈન્ડેક્સમાં એમસીએક્સ બુલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૫,૯૦૩ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૯૨૦ અને નીચામાં ૧૫,૬૪૫ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૨૧૩ પોઈન્ટ ઘટી ૧૫,૭૪૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે મેટલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૪,૦૭૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે ૮૭ પોઈન્ટ ઘટી ૧૪,૦૧૬ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૯૮૧૩૦ સોદાઓમાં રૂ.૧૧૫૦૭.૭૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૭૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૭૯૯ અને નીચામાં રૂ.૫૦૦૦૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦૨ ઘટીને રૂ.૫૦૨૦૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨૨ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૩૯૬ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૫ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૨૨ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૪૯ ઘટીને બંધમાં રૂ.૫૦૨૬૯ ના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૯૬૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૬૯૮૨૫ અને નીચામાં રૂ.૬૭૩૫૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૪૬ ઘટીને રૂ.૬૮૫૧૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૧૪૩૦ ઘટીને રૂ.૬૮૪૭૫ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૧૪૩૮ ઘટીને રૂ.૬૮૪૬૦ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૩૬૯૫ સોદાઓમાં રૂ.૨૨૮૩.૬૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૭૪૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૭૭૫ અને નીચામાં રૂ.૩૭૩૮ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮ વધીને રૂ.૩૭૬૬ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૮૭૫ સોદાઓમાં કુલ રૂ.૩૫૫.૯૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૧૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૨૩૦ અને નીચામાં રૂ.૨૧૦૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦ વધીને રૂ.૨૧૧૬૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૮૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૯ વધીને બંધમાં રૂ.૯૯૩.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૯૩.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦૨ અને નીચામાં રૂ.૯૯૩.૧ રહી, અંતે રૂ.૯૯૬.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૧૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૨૦.૫ અને નીચામાં રૂ.૧૨૧૪ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૦૦ વધીને રૂ.૧૨૧૮ ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે રબરનો જાન્યુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૫,૬૫૦ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૫,૬૮૯ અને નીચામાં રૂ.૧૫,૩૭૦ બોલાઈ અંતે રૂ.૫૭ ઘટી રૂ.૧૫,૪૨૧ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૭૯૭૨ સોદાઓમાં કુલ રૂ.૫૨૯૩.૫૦ કરોડની કીમતનાં ૧૦૫૦૪.૫૩૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૬૦૧૫૮ સોદાઓમાં કુલ રૂ.૬૨૧૪.૨૧ કરોડ ની કીમતનાં ૯૦૪.૭૯૬ ટન, ક્રૂડ તેલમાં ૫૪૫૧ સોદાઓમાં રૂ.૨૮૮.૧૦ કરોડનાં ૭૬૭૧૦૦ બેરલ્સ, કોટનમાં ૪૨૫ સોદાઓમાં રૂ.૨૮.૬૪ કરોડનાં ૧૩૫૨૫ ગાંસડી, સીપીઓમાં ૨૩૭૪ સોદાઓમાં રૂ.૩૨૩.૩૦ કરોડનાં ૩૨૭૪૦ ટન, મેન્થા તેલમાં ૨૯ સોદાઓમાં રૂ.૩.૧૩ કરોડનાં ૩૧.૩૨ ટન, કપાસમાં ૧૮ સોદાઓમાં રૂ.૪૩.૭૯ લાખનાં ૭૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૫૮૭૫.૯૯૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૮૦.૬૯૬ ટન, ક્રૂડ તેલમાં ૨૬૭૧ બેરલ્સ, કોટનમાં ૧૩૦૭૨૫ ગાંસડી, સીપીઓમાં ૮૫૬૩૦ ટન, મેન્થા તેલમાં ૧૫૩.૩૬ ટન અને કપાસમાં ૨૬૦ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૩૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૯ અને નીચામાં રૂ.૪૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૦ અને નીચામાં રૂ.૨૬૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૬૫.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૦૨૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૨૫.૫ અને નીચામાં રૂ.૨૨૮૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩૯૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૧૪૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૪૯ અને નીચામાં રૂ.૧૧૧૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૯૭.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૭૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૪.૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૨ અને નીચામાં રૂ.૧૨૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૭.૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૭૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૮૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૬ અને નીચામાં રૂ.૬૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૪.૨ બંધ રહ્યો હતો.

- text