એમસીએક્સ વિક્લી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.૭૮ અને ચાંદીમાં રૂ.૫૯૬ની સાપ્તાહિક ધોરણે વૃદ્ધિ

- text


ક્રૂડ તેલમાં નરમાઈનો માહોલ: બિનલોહ ધાતુઓ, કપાસ, કોટન, સીપીઓમાં સુધારો: રબર, મેન્થા તેલમાં ઘટાડો: બુલડેક્સ ફ્યુચર્સમાં ૨૬૮ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૪૭૭ પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ

મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૨૮થી ૩૧ ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિ રહી હતી, જ્યારે તમામ બિનલોહ ધાતુઓ ઘટીને બંધ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને નરમ રહ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને સીપીઓમાં સુધારા સામે રબર અને મેન્થા તેલમાં ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો.

દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો જાન્યુઆરી વાયદો ૧૫,૬૮૭ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૮૫૦ અને નીચામાં ૧૫,૫૮૨ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૨૬૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૪૮ પોઈન્ટ વધી ૧૫,૬૬૮ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૭૦૫ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૪૭૭ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૩૩૯ પોઈન્ટ ઘટીને ૧૩,૩૪૯ના સ્તરે બંધ થયો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૨૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૦,૫૮૦ અને નીચામાં રૂ.૪૯,૮૫૭ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૭૮ના ભાવવધારા સાથે રૂ.૫૦,૧૫૧ના સ્તરે બંધ થયો હતો.
ગોલ્ડ-ગિનીનો જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૩૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮૮ના ભાવવધારા સાથે રૂ.૪૦,૨૬૮ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૦૩૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫ સુધરી બંધમાં રૂ.૫,૦૨૦ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૯,૦૦૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૯,૮૦૦ અને નીચામાં રૂ.૬૭,૭૦૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૫૯૬ના ઉછાળા સાથે રૂ.૬૮,૧૦૫ના સ્તરે બંધ થયો હતો.

- text

ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૭,૮૯૪ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૦૧ની વૃદ્ધિ સાથે રૂ.૬૮,૦૭૯ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.૬૭,૪૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૦૯ના ભાવવધારા સાથે બંધમાં રૂ.૬૮,૦૮૬ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૫૪૮ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૬૦૮ અને નીચામાં રૂ.૩,૪૯૩ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૩૦ ઘટી બંધમાં રૂ.૩,૫૨૪ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૮૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫.૪૦ ઘટી રૂ.૧૮૨.૧૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮.૫૦ વધી રૂ.૧,૧૯૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૦,૬૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૦,૭૯૦ અને નીચામાં રૂ.૨૦,૪૦૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૭૦ના ઉછાળા સાથે રૂ.૨૦,૬૩૦ના સ્તરે બંધ થયો હતો.

ક્રૂડ પામતેલ (સીપીઓ)નો જાન્યુઆરી વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૬૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૬.૫૦ વધી રૂ.૯૭૭.૮૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે નવા શરૂ થયેલા રબરનો જાન્યુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૦૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૬,૨૭૩ અને નીચામાં રૂ.૧૫,૩૦૨ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૭૨૨ની નરમાઈ સાથે રૂ.૧૫,૩૬૪ના ભાવે બંધ થયો હતો.

- text