ડેઈલી માર્કેટ રિપોર્ટ : ક્રૂડ તેલમાં ૯,૦૩,૫૦૦ બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.૧૧નો સુધારો

- text


 

સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ: ચાંદીમાં નરમાઈનો માહોલ: કપાસ, કોટનમાં વૃદ્ધિ: સીપીઓ, રબર ડાઊન: પ્રથમ સત્રમાં રૂ.૧૧,૬૯૮ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૯૨,૧૨૧ સોદામાં રૂ.૧૧,૬૯૮.૬૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું. સોનું, સોનું-મિની અને ગોલ્ડ પેટલના વાયદા વધવા સામે ગોલ્ડ-ગિનીનો વાયદો ઘટી આવ્યો હતો. આ સામે ચાંદીના વાયદામાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો. એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ એકંદરે ઢીલી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં ૯,૦૩,૫૦૦ બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.૧૧નો સુધારો થયો હતો. નેચરલ ગેસ પણ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને કોટનના વાયદા વધવા સામે સીપીઓ અને રબર ડાઊન રહ્યા હતા.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૩૧૦૭૫ સોદાઓમાં રૂ.૭૧૫૧.૨૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૧૪૧ અને નીચામાં રૂ.૪૯૯૨૨ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩ વધીને રૂ.૫૦૦૩૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૭ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૨૯૨ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૦૯ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦ વધીને બંધમાં રૂ.૪૯૭૮૧ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૮૫૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૭૭૦ અને નીચામાં રૂ.૬૭૮૦૫ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૩૫ ઘટીને રૂ.૬૮૩૮૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૪૨૬ ઘટીને રૂ.૬૮૩૩૬ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૪૨૯ ઘટીને રૂ.૬૮૩૩૬ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૦૭૬૧ સોદાઓમાં રૂ.૧૫૫૪.૩૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૫૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૫૭ અને નીચામાં રૂ.૩૫૦૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧ વધીને રૂ.૩૫૫૧ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૯૮૩ સોદાઓમાં કુલ રૂ.૨૨૬.૨૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૨૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૨૮૦ અને નીચામાં રૂ.૨૦૨૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦ વધીને રૂ.૨૦૨૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૬૦.૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૪ ઘટીને બંધમાં રૂ.૯૬૭ ના ભાવ હતા, જ્યારે કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૭૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૭૬.૫ અને નીચામાં રૂ.૧૧૬૯ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૫૦ વધીને રૂ.૧૧૭૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૪૧૪ સોદાઓમાં કુલ રૂ.૨૯૯૭.૨૭ કરોડ ની કીમતનાં ૫૯૯૩.૫૮૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૧૦૬૬૧ સોદાઓમાં કુલ રૂ.૪૧૫૩.૯૬ કરોડ ની કીમતનાં ૬૦૭.૯૫૮ ટન, ક્રૂડ તેલમાં ૫૭૨૫ સોદાઓમાં રૂ.૩૧૯.૩૪ કરોડનાં ૯૦૩૫૦૦ બેરલ્સ, કોટનમાં ૨૭૫ સોદાઓમાં રૂ.૨૫.૨૧ કરોડનાં ૧૨૩૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૫૬૦ સોદાઓમાં રૂ.૧૯૫.૧૧ કરોડનાં ૨૦૨૮૦ ટન, મેન્થા તેલમાં ૩૪ સોદાઓમાં રૂ.૩.૯૦ કરોડનાં ૩૮.૮૮ ટન, કપાસમાં ૧૫ સોદાઓમાં રૂ.૩૭.૫૭ લાખનાં ૬૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૮૩૮.૨૭૩ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૭૫.૨૦૫ ટન, ક્રૂડ તેલમાં ૧૬૯૩ બેરલ્સ, કોટનમાં ૯૭૧૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૦૧૪૫૦ ટન, મેન્થા તેલમાં ૧૪૦.૪ ટન અને કપાસમાં ૪૫૨ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૨ ખૂલી, ઊપરમાં રૂ.૬૯.૫ અને નીચામાં રૂ.૫૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૯૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૭૫ અને નીચામાં રૂ.૬૩૪.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૯૦ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૧૦૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૧૦૦.૫ અને નીચામાં રૂ.૨૭૩૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૦૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૨૯.૫ અને નીચામાં રૂ.૫૫૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૬૩ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯.૮ અને નીચામાં રૂ.૧૦૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૭.૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૩.૭ અને નીચામાં રૂ.૧૧૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૭.૮ બંધ રહ્યો હતો.

- text