શૈક્ષણિક વર્ષ 2023-’24થી 1 જુને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ ધો.1માં પ્રવેશ મળશે

- text


બાળકને નર્સરીમાં એડમિશન અપાવતા વાલીઓ ધ્યાન રાખે : રાજ્ય સરકારની અપીલ

મોરબી : હાલ ખાનગી સ્કૂલોમાં પ્રિ-પ્રાયમરીમાં એડમિશન ચાલી રહ્યા છે. ત્યારે જુનિયર-સીનિયર કેજી કે નર્સરીમાં બાળકોને એડમિશન અપાવતા વાલીઓ જોગ સરકારે સ્પષ્ટતા કરી છે કે વર્ષ 2023-’24થી 1 જુને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ ધો. 1માં પ્રવેશ મળશે. જેથી, આ નવા નિયમને ધ્યાનમાં રાખી વાલી પોતાના બાળખને પૂર્વ પ્રાથમિકમાં પ્રવેશ અપાવે.

- text

બાળકોને કઇ ઉંમરે નર્સરીમાં એડમિશન આપવું તેને લઇને સ્કૂલ સંચાલકોમાં અસમંજસતા હતી. સ્કૂલ સંચાલકોના ગ્રુપમાં એડમિશન આપવાની ઉંમરને લઇને ચર્ચા જોવા મળી હતી. સંચાલકોએ માગ કરી હતી કે, શિક્ષણ વિભાગ આ અંગે ખુલાસો કરે. જેથી, શૈક્ષણિક વર્ષ 2023-24થી ધો.1માં પ્રવેશ માટે ઉંમરની લાયકાત 6 વર્ષ નક્કી કરાઇ હોવાનો પરિપત્ર શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઇઓને કર્યો છે. આ મુદ્દે વધુમાં વધુ વાલી જાગૃત થાય તેની જવાબદારી દરેક જિલ્લા શિક્ષણાધિકારીને આપી છે.

પરિપત્ર પ્રમાણે, 2020-21, 2021-22 અને 2022-23 દરમિયાન જૂના નિયમ પ્રમાણે, એટલે કે 1 જૂને 5 વર્ષ પૂરાં કર્યા હશે તો પણ ધો.1માં પ્રવેશ અપાશે. નવો નિયમ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ થશે. જેથી હાલમાં 5 વર્ષ પૂરા થયેલા બાળકો પણ એડમિશન મેળવી શકશે.

- text