ડેઈલી માર્કેટ રિપોર્ટ : એમસીએક્સ દ્વારા ક્રૂડ તેલ પર વાયદા અને ઓપ્શન્સના માર્જિનમાં ધરખમ ફેરફાર કરાયો

- text


 

આ ફેરફારથી પહેલાં લગભગ ટકાવારીની દૃષ્ટિએ ૧૩૦ ટકા જેટલું માર્જિન આશરે લાગતું હતું, તે હવેથી ફક્ત ૫૧.૨૫ ટકા જેટલું લાગશે: કીમતની દૃષ્ટિએ જોઈએ તો જે પહેલાં લોટદીઠ લગભગ સાડા ૪ લાખ રૂપિયાનું માર્જિન લાગતું હતું, જે હવેથી ફક્ત રૂ.૧,૭૫,૦૦૦ સુધીમાં કામકાજ થઈ શકશે

મુંબઈ: એમસીએક્સ દ્વારા તા.૨૨ ડિસેમ્બરના રોજ એક પરિપત્ર જાહેર કરીને ક્રૂડ તેલના ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં લાગતા માર્જિનમાં બજારને અનુરૂપ ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. જે હેઠળ, પ્રારંભિક માર્જિન જે અગાઉ ૧૦૦ ટકા લાગતું હતું એ હવેથી એટલે કે ૨૩ ડિસેમ્બર, ૨૦૨૦થી અમલી બને તે રીતે ૫૦ ટકા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધારાનું માર્જિન જે નજીકના મહિનાના કોન્ટ્રેક્ટમાં રૂ.૧ લાખનું માર્જિન લાગતું હતું અને દૂરના મહિનાના વાયદામાં રૂ.૫૦,૦૦૦નું માર્જિન લાગતું હતું અને શોર્ટ ઓપ્શન્સ માર્જિન જે રૂ.૫૦,૦૦૦નું હતું, આ તમામ વધારાના માર્જિન્સને પણ દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેલેન્ડર સ્પ્રેડ માર્જિન બેનિફીટ પહેલાં ૨૮ એપ્રિલ, ૨૦૨૦થી પાછલા ખેંચી લેવામાં આવ્યા હતા, જેનેે હવે ફરીથી અમલમાં મૂકવામાં આવ્યા છે. આનો ક્રૂડ તેલના સ્પ્રેડ ટ્રેડર્સને ખૂબ જ મોટો લાભ થશે એવી બજારમાં ચર્ચા છે.

આ ફેરફારથી પહેલાં લગભગ ટકાવારીની દૃષ્ટિએ ૧૩૦ ટકા જેટલું માર્જિન આશરે લાગતું હતું, તે હવેથી ફક્ત ૫૧.૨૫ ટકા જેટલું લાગશે અને કીમતની દૃષ્ટિએ જોઈએ તો જે પહેલાં લોટદીઠ લગભગ સાડા ૪ લાખ રૂપિયાનું માર્જિન લાગતું હતું, જે હવેથી ફક્ત રૂ.૧,૭૫,૦૦૦ સુધીમાં કામકાજ થઈ શકશે અને કેલેન્ડર સ્પ્રેડ પોઝિશન પર ઉપરોક્ત માર્જિનમાં પણ ૫૦ ટકાના લાભ સાથે લગભગ ૮૦થી ૮૫ હજાર રૂપિયામાં કામકાજ થઈ શકશે. બજારના સહભાગીઓ આ પરિવર્તન એક આવકારદાયક પગલું છે અને આવનારા દિવસોમાં એક્સચેન્જ પર ક્રૂડ તેલના કામકાજમાં વ્યાપક વધારો થશે એવું જાણકારોનું માનવું છે.

વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને બુધવારે પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૪૦,૦૨૭ સોદામાં રૂ.૧૫,૪૫૪.૦૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૫૬૮૨૨ સોદાઓમાં રૂ.૮૦૯૩.૨૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦૪૨ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૧૩૪ અને નીચામાં રૂ.૪૯૮૩૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૫ ઘટીને રૂ.૪૯૮૬૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૧ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૮૯૪ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૬૩ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૨ ઘટીને બંધમાં રૂ.૪૯૬૪૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૬૮૭ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૪૯૦ અને નીચામાં રૂ.૬૬૩૫૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૧ ઘટીને રૂ.૬૬૭૯૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૪૭ ઘટીને રૂ.૬૬૭૯૫ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૩૬ ઘટીને રૂ.૬૬૭૯૬ બંધ રહ્યા હતા.

- text

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૯૧૪૧ સોદાઓમાં રૂ.૨૨૨૭.૧૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૪૪૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૮૮ અને નીચામાં રૂ.૩૪૧૯ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫ ઘટીને રૂ.૩૪૭૯ બંધ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૪૮૨૯ સોદાઓમાં કુલ રૂ.૬૧૧.૭૨ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૦૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૩૪૦ અને નીચામાં રૂ.૧૯૯૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭૦ વધીને રૂ.૨૦૩૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૪૧.૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪.૪ વધીને બંધમાં રૂ.૯૫૩.૬ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૦૦૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦૪ અને નીચામાં રૂ.૯૮૨.૧ રહી, અંતે રૂ.૯૮૭.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯૭ અને નીચામાં રૂ.૧૧૮૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯ વધીને રૂ.૧૧૯૬.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૯૪૭૬ સોદાઓમાં કુલ રૂ.૩૬૦૬.૨૩ કરોડ ની કીમતનાં ૭૨૧૬.૯૮૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૨૭૩૪૬ સોદાઓમાં કુલ રૂ.૪૪૮૬.૯૮ કરોડ ની કીમતનાં ૬૭૦.૭૪૧ ટન, ક્રૂડ તેલમાં ૫૪૦૮ સોદાઓમાં રૂ.૩૩૨.૯૩ કરોડનાં ૯૬૪૨૦૦ બેરલ્સ, કોટનમાં ૮૨૦ સોદાઓમાં રૂ.૭૪.૫૨ કરોડનાં ૩૬૬૦૦ ગાંસડી, સીપીઓમાં ૩૮૨૨ સોદાઓમાં રૂ.૫૧૭.૯૫ કરોડનાં ૫૪૬૪૦ ટન, મેન્થા તેલમાં ૧૫૭ સોદાઓમાં રૂ.૧૮.૫૩ કરોડનાં ૧૮૬.૮૪ ટન, કપાસમાં ૩૦ સોદાઓમાં રૂ.૭૧.૪૩ લાખનાં ૧૨૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૮૭૦.૨૫૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૪૭.૬૬૬ ટન, ક્રૂડ તેલમાં ૧૯૦૭ બેરલ્સ, કોટનમાં ૧૦૭૭૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૦૦૭૫૦ ટન, મેન્થા તેલમાં ૧૨૫.૨૮ ટન અને કપાસમાં ૫૧૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૮૦૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૯૦.૫ અને નીચામાં રૂ.૭૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૬૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૬૨ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૪ અને નીચામાં રૂ.૩૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૩૪ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૧૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૬૩૫.૫ અને નીચામાં રૂ.૨૧૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૪૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૮૮૫ અને નીચામાં રૂ.૭૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૯૪.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૬.૮ અને નીચામાં રૂ.૧૨૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૧.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૧૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૮.૫ અને નીચામાં રૂ.૧૬૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૩.૭ બંધ રહ્યો હતો.

- text