મોરબી : જિલ્લા પંચાયતમાં ડીડીઓ અને પાંચ તાલુકા પંચાયતોમાં ટીડીઓએ સત્તાનું સુકાન સંભાળ્યું

- text


સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વહીવટીદારે સત્તાની બાગડોર સંભાળી

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલી બોડીની મુદત 21 તારીખે પૂર્ણ થઈ ગઈ છે. જેમાં તાજેતરમાં નગરપાલિકાની ગત બોડીની મુદત પૂર્ણ થતાં પાલિકા વહીવટીદારનું રાજ આવી ગયું છે. ત્યારે આજે મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થતાં વહીવટીદારે સત્તાનું સુકાન સાંભળી લીધું છે. જેમાં જિલ્લા પંચાયતમાં ડીડીઓ અને તાલુકા પંચાયતમાં ટીડીઓ જ સર્વેસર્વા બની ગયા છે.

- text

મોરબી જિલ્લા પંચાયત તથા મોરબી, હળવદ, ટંકારા, માળીયા મી, વાંકાનેર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી બોડીની મુદત ગઈકાલે તા. 21/12 ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. એથી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતમાં પ્રમુખનો સત્તાકાળ પૂરો થયો છે. એની જગ્યાએ હવે વહીવટીદારનું શાસન શરૂ થયું છે. જેમાં જિલ્લા પંચાયતમાં ડીડીઓ અને પાંચેય તાલુકા પંચાયતમાં ટીડીઓએ સત્તાની બાગડોર સંભાળી લીધી છે. જો કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પાંચ વર્ષના શાસનકાળ દરમ્યાન અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. નવા રાજકીય સમીકરણો પણ રચાયા હતા. પણ હવે નવેસરથી ચૂંટણી ન થાય ત્યાં સુધી જિલ્લા પંચાયતનો વહીવટ ડીડીઓ અને તાલુકા પંચાયતનો વહીવટ ટીડીઓના હસ્તક રહેશે.

- text