ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો: સોનું રૂ.૧૬૫ અને ચાંદી રૂ.૭૧૭ તૂટ્યા

- text


 

ક્રૂડ તેલ, બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: કોટન, સીપીઓમાં સુધારો: કપાસ, મેન્થા તેલમાં ઘટાડો: પ્રથમ સત્રમાં રૂ.૧૬,૦૪૩ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૬૨,૬૯૩ સોદામાં રૂ.૧૬,૦૪૩.૮૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૬૫ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૭૧૭ તૂટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ તથા એનર્જીમાં ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને મેન્થા તેલમાં ઘટાડા સામે કોટન અને સીપીઓમાં સુધારો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૮૫૯૯૨ સોદાઓમાં રૂ.૮૭૪૧.૯૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૫૨૭ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૫૪૦ અને નીચામાં રૂ.૫૦૦૯૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૫ ઘટીને રૂ.૫૦૨૫૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૬ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૧૭૧ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૦૧ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૯ ઘટીને બંધમાં રૂ.૪૯૯૮૭ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૯૭૯૭ ખૂલી, ઊપરમાં રૂ.૬૯૭૯૭ અને નીચામાં રૂ.૬૭૪૦૩ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૧૭ ઘટીને રૂ.૬૮૩૦૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૭૪૧ ઘટીને રૂ.૬૮૨૩૩ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૭૨૮ ઘટીને રૂ.૬૮૨૪૪ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૨૦૭૦ સોદાઓમાં રૂ.૧૮૧૫.૨૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૫૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૫૨ અને નીચામાં રૂ.૩૪૫૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦ ઘટીને રૂ.૩૫૧૯ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૪૫૧૬ સોદાઓમાં કુલ રૂ.૫૩૮.૭૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૦૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૧૨૦ અને નીચામાં રૂ.૧૯૮૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૦ વધીને રૂ.૨૦૦૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૩૫.૬ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ વધીને બંધમાં રૂ.૯૩૮.૮ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૦૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૧૪.૯ અને નીચામાં રૂ.૯૯૨.૧ રહી, અંતે રૂ.૯૯૫.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૮૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૮૬ અને નીચામાં રૂ.૧૧૭૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧ ઘટીને રૂ.૧૧૭૮ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૪૭૧૧ સોદાઓમાં કુલ રૂ.૨૯૦૨.૫૮ કરોડ ની કીમતનાં ૫૭૭૭.૯૮૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૬૧૨૮૧ સોદાઓમાં કુલ રૂ.૫૮૩૯.૩૪ કરોડ ની કીમતનાં ૮૫૩.૯૧૪ ટન, ક્રૂડ તેલમાં ૪૬૪૦ સોદાઓમાં રૂ.૩૦૯.૭૫ કરોડનાં ૮૮૬૯૦૦ બેરલ્સ, કોટનમાં ૭૭૪ સોદાઓમાં રૂ.૬૩.૧૫ કરોડનાં ૩૧૨૭૫ ગાંસડી, સીપીઓમાં ૩૫૭૦ સોદાઓમાં રૂ.૪૫૮.૩૫ કરોડનાં ૪૯૦૬૦ ટન, મેન્થા તેલમાં ૧૪૦ સોદાઓમાં રૂ.૧૬.૩૯ કરોડનાં ૧૬૩.૦૮ ટન, કપાસમાં ૩૨ સોદાઓમાં રૂ.૮૭.૪૩ લાખનાં ૧૪૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૮૨૯.૦૯૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૫૧.૦૯૭ ટન, ક્રૂડ તેલમાં ૧૩૭૮ બેરલ્સ, કોટનમાં ૧૦૩૬૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૦૨૪૫૦ ટન, મેન્થા તેલમાં ૧૫૮.૭૬ ટન અને કપાસમાં ૪૯૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૦૦ અને નીચામાં રૂ.૮૪૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૮૫.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૬૬.૫ અને નીચામાં રૂ.૨૪૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૦ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૬૦૭ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૦૭ અને નીચામાં રૂ.૫૧૪૪.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૪૧૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૦ અને નીચામાં રૂ.૬૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૪૪.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૧.૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૮ અને નીચામાં રૂ.૧૦૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૪.૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૭.૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૯ અને નીચામાં રૂ.૧૫૬.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૨.૪ બંધ રહ્યો હતો.

- text