મોરબીના વોર્ડ નં. 1માં કોંગ્રેસ અગ્રણી જયંતિભાઈ પટેલ દ્વારા આભાર-વંદના કાર્યક્રમ યોજાયો

મોરબી : થોડા દિવસો પહેલા યોજાયેલ મોરબી-માળીયા વિધાનસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલે મતદારોનો આભાર વ્યક્ત કરવા આભાર-વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત ગઈકાલે તા. 18ના રોજ મોરબીમાં વોર્ડ નં. 1માં જયંતિભાઈ પટેલે રહીશોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ મોરબી જિલ્લા કા. પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારીયા તથા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઇ રબારીની રાહબરના નેજા હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પ્રશ્નો તથા નગરપાલિકાની ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તમામ કોંગ્રેસી કાર્યકરો હાજર રહેલ હતા.