સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો

- text


 

કપાસ, કોટન, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડો: સીપીઓમાં સુધારાનો સંચાર: ક્રૂડ તેલ ઢીલું: પ્રથમ સત્રમાં રૂ.૧૦,૭૦૮ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૯૨,૮૬૪ સોદામાં રૂ.૧૦,૭૦૮.૪૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો હતો.

જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડો થયો હતો, જ્યારે સીપીઓમાં સુધારાનો સંચાર થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૨૧૧૪૦ સોદાઓમાં રૂ.૫૬૮૭.૦૦ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૨૩૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૩૪૨ અને નીચામાં રૂ.૪૮૮૭૪ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૩ ઘટીને રૂ.૪૯૦૮૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૦ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૩૩૭ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૧૨ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૭ ઘટીને બંધમાં રૂ.૪૯૦૭૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૩૬૪૩ ખૂલી, ઊપરમાં રૂ.૬૩૯૩૩ અને નીચામાં રૂ.૬૨૩૮૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૬૭ ઘટીને રૂ.૬૨૯૪૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૮૬૬ ઘટીને રૂ.૬૨૯૨૬ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૮૫૪ ઘટીને રૂ.૬૨૯૨૩ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૯૯૦૨ સોદાઓમાં રૂ.૧૯૫૩.૯૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૩૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૦૭ અને નીચામાં રૂ.૩૩૫૮ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ ઘટીને રૂ.૩૩૯૪ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૨૮૯ સોદાઓમાં કુલ રૂ.૨૭૬.૨૫ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૮૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૮૯૦ અને નીચામાં રૂ.૧૯૬૩૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૦ ઘટીને રૂ.૧૯૭૧૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૯૩.૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪.૧ વધીને બંધમાં રૂ.૮૯૮.૪ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૫૦.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૨.૯ અને નીચામાં રૂ.૯૪૬.૨ રહી, અંતે રૂ.૯૪૮.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૭૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૭૪ અને નીચામાં રૂ.૧૧૬૧ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૧૧૬૨.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૫૩૧૦ સોદાઓમાં કુલ રૂ.૨૩૪૮.૨૨ કરોડ ની કીમતનાં ૪૭૭૬.૫૩૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૫૮૩૦ સોદાઓમાં કુલ રૂ.૩૩૩૮.૭૯ કરોડ ની કીમતનાં ૫૨૮.૬૪૯ ટન, ક્રૂડ તેલમાં ૪૮૬૧ સોદાઓમાં રૂ.૩૦૭.૦૩ કરોડનાં ૯૦૭૧૦૦ બેરલ્સ, કોટનમાં ૪૩૫ સોદાઓમાં રૂ.૨૯.૭૪ કરોડનાં ૧૫૦૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૮૦૧ સોદાઓમાં રૂ.૨૪૨.૨૯ કરોડનાં ૨૬૮૮૦ ટન, મેન્થા તેલમાં ૨૬ સોદાઓમાં રૂ.૩.૫૯ કરોડનાં ૩૭.૮ ટન, કપાસમાં ૨૭ સોદાઓમાં રૂ.૬૨.૯૦ લાખનાં ૧૦૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૩૮૭.૮૨૨ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૫૭.૨૯ ટન, ક્રૂડ તેલમાં ૧૭૦૩ બેરલ્સ, કોટનમાં ૬૬૯૫૦ ગાંસડી, સીપીઓમાં ૮૫૧૦૦ ટન, મેન્થા તેલમાં ૧૨૮.૫૨ ટન અને કપાસમાં ૫૪૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૭૮૬.૫ અને નીચામાં રૂ.૬૭૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૮૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૫૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૬૯ અને નીચામાં રૂ.૯૧૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૮૩ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૦૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૩૦ અને નીચામાં રૂ.૨૭૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૭૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૪૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૧૦ અને નીચામાં રૂ.૧૯૪૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૮૮.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૬.૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૬.૮ અને નીચામાં રૂ.૮૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૨.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૫.૬ અને નીચામાં રૂ.૧૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૭.૯ બંધ રહ્યો હતો.

- text