મોરબી કલેક્ટર કચેરીમાં SBIનું કાઉન્ટર બનાવવા ગ્રાહક સુરક્ષા મંડળની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

- text


SBIની મુખ્ય શાખામાં ચલણ માટે લાંબી લાઈનો લાગતી હોવાથી ગ્રાહકોને મુશ્કેલી

મોરબી : મોરબીમાં ગ્રાહકોને ચલણ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. મોરબી-2 વિસ્તારમાં ચલણ લઈને લોકો એસ.બી.આઇ.ની મુખ્ય શાખામાં આવે છે. તો ત્યાં પણ લાઇનો લાગે છે. આથી, મોરબી-2 વિસ્તારની સેવા સદનમાં ચલણ સ્વીકારવા માટે એસ.બી.આઇ. કાઉન્ટર ઉભુ કરે આ બાબતે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં સ્ટેમ્પ વેન્ડરથી માંડીને નોટરીઓ તથા અન્ય સરકારી કર્મચારીઓ અને સરકારમાં જે ગ્રાહકોને કામ છે, તે બઘાને મોરબીથી ત્રણ કિલો મીટર સેવા સદનમાં ચલણ ભરવા માટે જવું પડે છે. ત્યાં ચલણની વિધી પુરી કરીને મોરબી એસ.બી.આઇ. મુખ્ય શાખામાં આવવું પડે છે. પહેલા એસ.બી.આઈ.માં સરકારી ચલણ માટે અલગ કાઉન્ટર હતું પરંતુ હવે જનરલ કાઉન્ટર થતાં લાંબી લાઇન લાગે છે. ચલણ જમા થતા સમય લાગે છે. જેથી, આ કામમાં દિવસ પૂરો થઈ જાય.

- text

રાજકોટ-ભાવનગર-જામનગરની મુખ્ય કચેરીમાં એસ.બી.આઇ.ની શાખા હોય છે, પરંતુ મોરબીમાં કોઇ સગવડતા નથી. હવે શોભેશ્વર રોડ પર આવેલ સેવા સદનમાં ઘણી કચેરી બેસે છે. હવે જીલ્લા પંચાયત એસ.પી.ની કચેરી તથા અન્ય કચેરી આવેલ છે. વળી લાલ બાગમાં સેવા સદનમાં હળવદ ડે. કલેકટર બેસે છે. મામલતદાર તથા અન્ય કચેરી છે તો આ ચલણ માથાના દુઃખાવા સમાન છે. માટે કલેકટર કચેરી સેવા સદનમાં એસ.બી.આઈ. એ નાનું કાઉન્ટર આવવું જોઇએ તે બાબતે ઉચ્ચ કક્ષાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટએ લેખિત રજૂઆત કરી છે.

 

- text