કોરોના કાળમાં દારૂના આરોપીનું મોઢું ન સુંઘવા પોલીસ કર્મીઓને રાજ્યના પોલીસ મહાનિરીક્ષકનો આદેશ

- text


મોરબી : ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949 હેઠળ દારૂ/કેફી પીણાનો નશો કરેલ વ્યક્તિઓ વિરૂધ્ધમાં કાર્યવાહી કરતી વખતે તેઓના શરીરની સ્થિતિનું પંચનામુ કરવામાં આવે છે. તે વખતે મોઢામાંથી દારૂ/કેફી પીણાની વાસ આવવા અંગે મોઢે સુંઘવા, આંખ લાલ થયેલાનું ચકાસવા, શરીરનું સંતુલન અને બોલતી વખતે જીભ લથડાવી સહીતની ચકાસણી કરવામાં આવે છે.

- text

હાલમાં કોરોના કાળ દરમિયાન શંકાસ્પદ વ્યકિત કોવીડ-19થી સંક્રમીત હોવાની શક્યતા રહે છે. અને મોઢું સુંઘવાથી તપાસ ક૨ના૨ અમલદાર પણ સંક્રમીત થઈ શકે છે. જેથી, હાલ કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખતા દારૂ/કેફી પીણાનો નશો કરેલ વ્યક્તિની શરીરની સ્થિતિના પંચનામાં દ૨મ્યાન મોઢું સુંઘવાની કાર્યવાહી વધુ આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરવા અને આ અંગે દરેક પોલીસ સ્ટેશનના તમામ તપાસ કરનાર અમલદારને સમજ ક૨વા ગાંધીનગર સ્થિત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીના પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમાર દ્વારા સૂચના આપવામાં આવેલ છે.

- text