ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડો : રાપર, જેતપર, માણાબા, સુલતાનપુર ગ્રામ પંચાયતની માંગ

- text


રવીપાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની માંગ

મોરબી : મોરબી અને માળીયા તાલુકામાં ખેડૂતો રવિપાકનું વાવેતર કરી રહ્યા છે. પણ ચોમાસામાં ભરાયેલી નદીમાંથી પાણી ખૂટી ગયા હોવાથી નજીકના ઘોડાધ્રોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડવાની માંગ સાથે રાપર, જેતપર, માણાબા, સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા સિંચાઈ વિભાગને રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબીના રાપર, જેતપર તેમજ માળીયા તાલુકાના માણાબા, સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા ઘોડાધ્રોઈ ડેમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી કે આ ઘોડાધ્રોઈ ડેમમાંથી નદીમાં ઉપરોક્ત ગામો સિંચાઈ યોજનાના ચેકડેમ હેઠળ આવેલા છે. હાલ રવીપાકની સિઝન હોવાથી આ ગામોના ખેડૂતોએ રવીપાકનું વાવેતર કર્યું છે. પરંતુ નદીમાં અગાઉ ચોમાસામાં ભરાયેલા પાણી ખૂટી ગયા છે. એટલે આ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે અગવડતા પડે એમ છે. તેથી, ઘોડાધ્રોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડી આ ગામોના ચેકડેમ ભરવામાં આવે તો ખેડૂતોનો રવીપાક બચી જાય તેમ છે. તેથી, રવીપાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા ઘોડાધ્રોઈ ડેમમાંથી નદીમાં પાણી છોડવાની માંગણી કરી છે.

 

- text