હવે કોરોના ટેસ્ટ કરાવવા માટે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહીં : ગુજરાત આરોગ્ય વિભાગની જાહેરાત

- text


 

મોરબી : કોવિડ-19 સંદર્ભે જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય, તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહીં.

- text

ગુજરાત રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર, ICMRની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન અનુસાર જે નાગરીકો સ્વેચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કોવિડ -૧૯ રોગચાળા અન્વયે રાજ્યમાં સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર જે લોકો હવે સ્વૈચ્છિક કોવિદ -૧૯ નો ટેસ્ટ કરાવવા માંગતા હોય તો તેઓને ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી.

- text