મોરબીમાં નરસંગ ટેકરી મંદિર પાસે રોડના કામ દરમ્યાન ગેસ-પાણીની લાઈન તૂટી

- text


રોડના કોન્ટ્રાક્ટરોએ મંજૂરી વગર રોડનું ખોદકામ કરતા ગેસની લાઈન તૂટતા ગેસ લિકેજથી નાસભાગ, ગેસના અધિકારીઓ સ્થળ પર જવા રવાના

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસે નવા રોડ બનાવવાના કામ માટે કોઈપણ જાતની મંજૂરી લીધા વગર રોડના કોન્ટ્રાક્ટરોએ રોડનું ખોદકામ કરતા ગેસની લાઈન તૂટતા ગેસ લિકેજથી નાસભાગ મચી ગઇ છે. જો કે ગેસની લાઈનની સાથે પાણીની લાઈન પણ તૂટી હતી. ગેસની લાઈન તૂટ્યાની જાણ થતાં ગેસ કંપનીના અધિકારીઓ સ્થળ ઉપર જવા રવાના થયા છે અને ગેસ લિકેજનું રિપેરીગ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસે નવા રોડનું કામકાજ ચાલી રહ્યું છે. નવા રોડ બનાવમાં માટે આજે રોડનું ખોદકામ કરવામાં આવ્યું હતું. જો કે રોડના કોન્ટ્રાક્ટરોએ કોઈપણ જાતની મંજૂરી લીધા વગર રોડનું આડેધડ ખોદકામ કરાવતા આ સ્થળે ગેસની લાઈન અને પાણીની લાઈન તૂટી ગઈ હતી. ગેસની લાઈન તૂટતા ગેસ લિકેજથી થોડીવાર માટે અફડાતફડી સર્જાઈ છે. હાલ બપોરના સમય માટે ગૃહીણીઓને રસોઈ કામ કરવાનું હોય તેવા ટાંકણે જ ગેસની લાઈન તૂટતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગેસની લાઈન તૂટતા ગેસ કંપનીના અધિકારીઓ સ્થળ ઉપર જવા રવાના થયા હતા અને થોડીવારમાં ગેસ લીકેજ લાઈનનું રિપેરીગ કરવામાં આવશે એવું જાણવા મળે છે.

- text

- text