વાંકાનેરમાં બંધુ સમાજ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબીરનું આયોજન

વાંકાનેર : કોરોના મહામારીના કપરા સમયમાં અચાનક ઉભી થયેલી રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે તા. ૬/૧૨/૨૦૨૦ રવિવારના રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી બંધુ સમાજ હોસ્પિટલ, પ્રતાપ રોડ, વાંકાનેર ખાતે રક્તદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રક્તદાન કરવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.