મોરબી જિલ્લામાં ગંભીર ગુનાઓનું પ્રમાણ 5 ટકા જેટલું ઘટ્યું : રેન્જ આઈજી સંદીપસિંઘ

- text


 

 

રેન્જ આઈજી સંદીપ સિંઘ મોરબી જિલ્લાના ઇન્સ્પેકશન માટે પધાર્યા : જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી

મોરબી : મોરબી જિલ્લાના ઇન્સ્પેકશન અર્થે આજે રેન્જ આઈજી સંદીપસિંઘ પધાર્યા હતા. તેઓએ કહ્યું હતું કે જિલ્લામાં ગંભીર ગુનાઓનું પ્રમાણ ગત વર્ષ કરતા 5 ટકા ઘટ્યું છે. સાથે તેઓએ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી.

મોરબીમાં જિલ્લામાં છેલ્લા બે દીવસથી રાજકોટ રેન્જના આઈ.જી.પી સંદીપ સિંઘ વાર્ષિક ઇન્સ્પેસક્શન માટે આવ્યા હતા. બે દિવસ દરમિયાન અલગ અલગ પોલીસ મથકનું નિરીક્ષણ તેમજ જિલ્લામાં એક વર્ષ દરમિયાન પોલીસ દ્વારા ગુનાખોરી બાબતમાં કેટલો સુધારો આવ્યો છે કે કેમ તે અંગે ચકાસણી કરી હતી. રેન્જ આઈજી સંદીપ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે આજે મોરબી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જે જગ્યાઓ ઉપર સુધારાની જરૂર છે. તે અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા. અમુક પોલીસ સ્ટેશનમાં છેડતીના બનાવો વધારે છે. અમૂકમાં ઇજાના ગુના વધુ છે. તેવા કિસ્સામાં કડકમાં કડક પગલાં લેવા સૂચન આપવામાં આવ્યું છે. મિલકત સંબંધી ગુનામાં ઘટાડો નોંધાયો છે.

અમુક પોલીસ સ્ટેશન એવા છે કે જ્યાં ઘરફોડ ચોરીના ગુનાઓ વધ્યા છે. ત્યાં નાઈટ પેટ્રોલીંગ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. વધુમાં હિસ્ટ્રીશીટરના નિરંતર રાતના લોકેશન લેવા અને ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. તેઓએ ઉમેર્યું કે મોરબી જિલ્લા પોલીસની પ્રોહીબિશન અને જુગારમાં કામગીરી સારી છે. કોવિડની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. પોલીસે ફ્લેગ માર્ચ, ગાઈડલાઈન ભંગના કેસ, વાહનો ડિટેઇન કરવાના કેસ થયા છે. કોવિડ અંગેની કામગીરી પણ ખૂબ સારી રહી છે.વધુમાં રેન્જ આઈજીએ જણાવ્યું કે 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે.

- text

રેન્જ આઈ.જી.ના હસ્તે શનાળા પોલીસ ચોકી અને સી.પી.સી કેન્ટીનનું ઉદ્ઘાટન

રેન્જ આઈ.જી.ના હસ્તે આજે મોરબીના શનાળા રોડ પર નિર્મિત પોલીસ ચોકી અને એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કર્મચારીઓની સુવિધા માટે ઉપલબ્ધ કરાવેલ સી.પી.સી કેન્ટીન બિલ્ડીંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, પ્રો.આઈ.પી.એસ. એમ.આર.ગુપ્તા,ડીવાયએસપી રાધિકા ભરાઈ, આઈ.એમ પઠાણ સહિતના અધિકારી હાજર રહ્યા હતા.

- text