3 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં કોરોનાનો આંતક યથાવત, 29 નવા કેસ, આજે પણ વધુ ત્રણ દર્દીના મૃત્યુ

- text


મોરબી તાલુકામાં 21, વાંકાનેર તાલુકામાં 5, હળવદ તાલુકામાં 2, ટંકારા તાલુકામાં 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 171

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 3 ડિસેમ્બર, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1040 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 29 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 14
મોરબી ગ્રામ્ય : 07
વાંકાનેર સીટી : 04
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 02
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 01
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 29

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 07
વાંકાનેર તાલુકામાં : 04
હળવદ તાલુકામાં : 06
ટંકારા તાલુકામાં : 02
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 20

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

- text

કુલ એક્ટિવ કેસ : 201
કુલ ડિસ્ચાર્જ કેસ : 2388
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 153 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 171
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2760
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 116387

મોરબી જિલ્લામાં આજે પણ વધુ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text