ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.૮૯૯ અને ચાંદીમાં રૂ.૪૭૬નો ઝડપી ઉછાળો: ક્રૂડ તેલમાં નરમાઈ

- text


 

સીપીઓના વાયદામાં ૪૬,૨૯૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૮૨,૫૪૦ ટનના સ્તરે: કપાસ, રૂના વાયદાના ભાવમાં ઘટાડો: મેન્થા તેલ સુધર્યું: પ્રથમ સત્રમાં રૂ.૧૨,૮૮૦ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૯૯,૦૪૦ સોદામાં રૂ.૧૨,૮૮૦.૧૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૮૯૯ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪૭૬ ઊછળ્યો હતો. એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં નરમાઈનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદામાં ૪૬,૨૯૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૮૨,૫૪૦ ટનના સ્તરે પહોંચ્યો હતો.

કપાસ અને રૂ (કોટન)ના વાયદાના ભાવમાં ઘટાડા સામે મેન્થા તેલ અને સીપીઓ સુધર્યા હતા.કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૭૨૫૩ સોદાઓમાં રૂ.૬૪૭૪.૧૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૮૭૪ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૯૩૬ અને નીચામાં રૂ.૪૯૧૮૯ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૯૯ વધીને રૂ.૪૯૫૪૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭૨ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૫૦૧ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૪ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૪૨ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૮૬ વધીને બંધમાં રૂ.૪૯૨૪૫ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૨૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૩૦૦૦ અને નીચામાં રૂ.૬૨૨૩૬ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૭૬ વધીને રૂ.૬૨૬૨૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૬૮૩ વધીને રૂ.૬૩૯૮૯ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૬૭૧ વધીને રૂ.૬૩૯૬૫ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૫૩૩૭ સોદાઓમાં રૂ.૨૫૫૭.૧૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૩૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૩૬૮ અને નીચામાં રૂ.૩૩૦૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨ ઘટીને રૂ.૩૩૨૭ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩૨૫૫ સોદાઓમાં કુલ રૂ.૪૨૮.૫૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૯૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૯૦૦ અને નીચામાં રૂ.૧૯૭૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૦ ઘટીને રૂ.૧૯૮૧૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૭૬.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૩ વધીને બંધમાં રૂ.૮૭૭.૨ ના ભાવ હતા, જ્યારમેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૩ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૦.૯ અને નીચામાં રૂ.૯૪૩ રહી, અંતે રૂ.૯૪૬.૮ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૭૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૭૯ અને નીચામાં રૂ.૧૧૭૧ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૫૦ ઘટીને રૂ.૧૧૭૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૩૪૬૪ સોદાઓમાં કુલ રૂ.૩૨૫૧.૭૪ કરોડ ની કીમતનાં ૬૫૯૮.૪૨૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૩૭૮૯ સોદાઓમાં કુલ રૂ.૩૨૨૨.૪૬ કરોડ ની કીમતનાં ૫૦૪.૯૪૯ ટન, ક્રૂડ તેલમાં ૮૫૫૦ સોદાઓમાં રૂ.૫૭૬.૯૨ કરોડનાં ૧૭૨૯૪૦૦ બેરલ્સ, કોટનમાં ૩૦૮ સોદાઓમાં રૂ.૨૧.૩૪ કરોડનાં ૧૦૭૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૯૨૪ સોદાઓમાં રૂ.૪૦૪.૭૬ કરોડનાં ૪૬૨૯૦ ટન, મેન્થા તેલમાં ૧૨ સોદાઓમાં રૂ.૨.૧૪ કરોડનાં ૨૨.૬૮ ટન, કપાસમાં ૧૧ સોદાઓમાં રૂ.૨૫.૮૪ લાખનાં ૪૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૬૦૧.૩૪૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૮૭.૬૦૭ ટન, ક્રૂડ તેલમાં ૧૬૫૯ બેરલ્સ, કોટનમાં ૬૪૦૭૫ ગાંસડી, સીપીઓમાં ૮૨૫૪૦ ટન, મેન્થા તેલમાં ૧૩૧.૭૬ ટન અને કપાસમાં ૫૪૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૯૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૦ અને નીચામાં રૂ.૩૯૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૧૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૨૧ ખૂલી, ઊપરમાં રૂ.૭૪૫.૫ અને નીચામાં રૂ.૬૩૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૬૮ બંધ રહ્યો
હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫૪૮૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૯૦૦ અને નીચામાં રૂ.૫૪૭૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૫૯૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૬૫૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૮૨ અને નીચામાં રૂ.૩૬૫૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮૨૧ બંધ રહ્યો હતો.

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૮૫ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૪ અને નીચામાં રૂ.૧૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૮૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬ ખૂલી, ઊપરમાં રૂ.૭.૧૨ અને નીચામાં રૂ.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬.૭૧ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯ અને નીચામાં રૂ.૮૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૩.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૯.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૨.૨ અને નીચામાં રૂ.૧૦૯.૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૮.૨ બંધ રહ્યો હતો.

- text