મોરબી જિલ્લામાં સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્રારા વેબીનાર થકી દિવ્યાંગ દિનની ઉજવણી

- text


 

મોરબી : મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા ૩ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેબીનારનું પણ આયોજન કરવામાં આવેલ હતું. દિવ્યાંગ કલ્યાણકારી યોજના એસ.ટી બસ પાસ, દિવ્યાંગ સાધન સહાય, દિવ્યાંગ લગ્ન સહાય, દિવ્યાંગ પેન્શન યોજના, UDID કાર્ડ, નિરામયા હેલ્થ ઇનશોરન્સ કાર્ડ તેમજ બાળ કલ્યાણ ક્ષેત્રની વિવિધ યોજનાની માહિતી ડૉ. વિપુલ ડી શેરસિયા દ્રારા આપવામાં આવેલ હતી. તેમજ જિલ્લામાં નોંધાયેલ તમામ દિવ્યાંગજનોને વોટસએપ દ્રારા દિવ્યાંગ કલ્યાણકારી યોજનાના પેમ્પલેટ મોકલવામાં આવેલ હતા.

- text

તદઉપરાંત વેબીનારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ, મતદાર યાદીમાં નોંધણી, મતદાર યાદીમાં સુધારા મતદાર યાદીમાં નામ કમી કરવા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. વેબીનારમાં જિલ્લાના દિવ્યાંગજનો, દિવ્યાંગ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, બહોળી સંખ્યામાં જોડાયેલ હતા. જે વેબીનારનું આયોજન સમાજ સુરક્ષા અધિકારી અનિલા પીપળીયા દ્રારા કરવામાં આવેલ હતું.

હાલની કોવિડ-19 મહામારીને ધ્યાને રાખી ઓનલાઈન વેબીનાર દ્વારા જિલ્લાના દિવ્યાંગજનો, દિવ્યાંગ કલ્યાણક્ષેત્રે કાર્યરત સંસ્થાના કર્મચારીઓ, બાળ સુરક્ષા કચેરી ના તમામ કર્મચારીઓ સાથે વેબીનાર કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ આજના દિવસની શુભેચ્છાઓ સાથો સાથ સમાજ સુરક્ષા વિભાગની તમામ યોજનાઓ અને બાળ સુરક્ષા એકમની યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વધુને વધુ દિવ્યાંગજનો યોજનાનો લાભ લઇ શકે એવી સૂચનાઓ આપવામાં આવી હતી. હાલ મતદાર સુધારણા કાર્યક્રમ હેઠળ પણ દિવ્યાંગજનોને લાભ લેવા અપીલ કરવામાં હતી.

- text