આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ઓનલાઇન કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્ય અગ્ર સચિવ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ, ગુજરાત તથા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર – સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા વિશ્વ વિકલાંગ દિવસે પ્રેરણાત્મક અને પ્રોત્સાહક વક્તવ્ય આપવાના છે. આ કાર્યક્રમ આજે તા. 3ના રોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે સવારે 11 કલાકે રાખેલ છે.

- text

સર્વ શિક્ષા અભિયાન કચેરીથી મળેલ સૂચના અન્વયે સમગ્ર શિક્ષા, ગુજરાત સરકાર દ્વારા આઇ.ઈ.ડી. વિભાગના જનજાગૃતિ સાથે વિશ્વ વિકલાંગ દિવસની આજે તા. 3 ડિસેમ્બરના રોજ વર્ચ્યુઅલ પ્રોગ્રામ દ્વારા ઉજવણી કરવાની છે. ત્યારે ફેસબુક અને યુ-ટ્યુબના માધ્યમથી સમગ્ર શિક્ષા-મોરબી, તમામ શાળા પરિવારના કર્મચારીગણ, ઓઆઇસી, બીઆરસી., સીઆરસી., સ્પેશિયલ એજ્યુકેટર, સ્પેશિયલ ટીચર, બી.આર.પી બ્લોક એમઆઈએસ ડેટા એન્ટ્રી ઓપરેટર, તમામ સમગ્ર શિક્ષા તથા શાળાના આચાર્ય અને શિક્ષક, સરકારી-ખાનગી (પ્રાથમીક અને માધ્યમિક વિભાગ) એસએમસી સભ્યો, વિદ્યાર્થીઓ, દિવ્યાંગ સંસ્થાના શિક્ષકો, ટ્રસ્ટીઓ તથા અન્ય સ્ટાફ સાથે દિવ્યાંગ બાળકો અને વાલી તેમજ વધુમા વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય. જેથી, જનજાગૃતિનો હેતુ સફળ બને.

લાઈવ જોવા માટેની લિંક

યુ ટ્યુબ લિંક : https://youtu.be/TA7Yu-4pYLg

ફેસબુક વર્કપ્લેસ લિંક : https://gujaratpublicschools.m.workplace.com/work/landing/input/?next=https%3A%2F%2Fgujaratpublicschools.workplace.com%2Fgroups%2F2755987581079254

- text