અંકલેશ્વરમાં ટ્રિપલ મર્ડરના ગુનામાં ફરાર આરોપી મોરબીથી ઝડપાયો

- text


મોરબી એલસીબીની પેરોલ ફર્લોની ટીમે આરોપીને જેતપરથી ઝડપી લીધો

મોરબી : મોરબી એલસીબીની પેરોલ ફર્લોની ટીમ દ્વારા અંકલેશ્વરમાં ધાડ-હત્યાના ગુનામાં ફરાર આરોપી મોરબીના જેતપરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પૈકી પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસમાં ધાડ અને હત્યાંના ગુનાનો આરોપી મોરબીના જેતપર રોડ પર પાવડીયારી કેનાલ પાસે હોય. જેથી, પેરોલ ફર્લોની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરી હતી.

- text

પૂછપરછ દરમિયાન તેને પોતાનું નામ યજ્ઞેશ ઉર્ફે મૂંડીયો સોલંકી મૂળ તાપી જિલ્લાના કતારગામનો હોવાનું અને એકાદ વર્ષ પહૅલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પો.સ્ટે। વિસ્તારના તા. હાંસોટ ની સીમમાં આવેલ બંધ કંપનીમાં ભંગાર પડેલ હોય. જે કંપની તથા ભંગારની માલ મિલ્કત સાચવવા સીકયુરીટી રાખેલ હોય. અને એક કંપનીમાં ભંગારની ચોરી કરવા પચીસથી ત્રીસ જેટલા અજાણ્યા આરોપીઓ બોલેરો પીકઅપ તથા થ્રિ-વ્હીલ ટેમ્પોમાં લોખંડના પાઈપ, લાકડીઓ, ધારીયા તથા બટનીશવો જેવા જીવલેણ હથીયારો ધારણ કરી એક વર્ષ પહેલાં રાત્રીના કંપનીમાં ધાડ પાડી ભંગારની ચોરી કરી લઇ જતા હતા.

જેઓને અટકાવવા સીકયુરીટીના માણસોએ આરોપીઓનો સામનો કરતા આરોપીઓએ ફરીયાદી તથા સાફેદોને લાકડીઓ પાઇપો વડે આડેધડ માર મારી ત્રણ લોકોને મારી નાખી કંપનીમાંથી ઇલેકટ્રીક મોંટર જનરેટર ચાર્જ કરવાની બેટરી, બિલ વાયરોના રોલ વિગેરે મુદામાલની ધાડ પાડી લઈ ગયા હતા. જે અંકલેશ્વર રૂરલ પોલિસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો. જેમાં પોલીસે 5 આરોપીને ઝડપી લીધા હતા. જો કે હાલમાં અન્ય આરોપીઓ પૈકી એક યજ્ઞેશ ઉર્ફે મૂંડીયો કલ્યાણભાઈ સોલંકીને પાવળીયારી કેનાલ પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી ભરૂચ જિલ્લા પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.

- text