મોરબીમાં ગાંઠિયાના લારીધારક પર છરીથી હુંમલો કરનાર 2 ઝડપાયા, એકની શોધખોળ

- text


 

કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ બન્નેની પોલીસે અટકાયત કરી

મોરબી : મોરબીમાં શુક્રવારે રાત્રે લાતીપ્લોટ વિસ્તારમાં ખાનગી બસના ચાલક તેમજ તેના મિત્ર પર છરીથી હુમલો કરવા તેમજ શનાળા રોડ પર માર્કેટિંગયાર્ડના ખુણા પાસે આવેલા જય ગાંઠિયા રથ નામની રેકડીમાં જઇ છરીથી હુમલો કરનાર ત્રણ શખ્સ પૈકી 2ને પોલીસે ઝડપી લીધા હતા અને બન્નેના કોરોના ટેસ્ટ કરાવ્યાં હતા આજે બન્નેના કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તેની વિધવત અટકાયત કરવામાં આવી હતી.

- text

ગત 27 નવેમ્બરના રાત્રીના સમયે મોરબીના લાતી પ્લોટમાં વિસ્તાર આવેલ ખોડિયાર ટ્રાવેલ્સના ચાલક રમેશભાઈ સેખાણી અને તેના મિત્ર પિન્ટુભાઈ પર સાગર નવઘણ મૂંધવા,કુલદીપ જેડા અને સાગર દેલવાણીયા નામના શખસોએ છરીવડે હુમલો કર્યો હતો આ ઘટના બાદ ફરી આરોપીઓ માર્કેટીંગ યાર્ડ પાસે ગાંઠિયાં લારીના માલિક સંજયભાઈ સોમૈયા પર પણ છરીવડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી આ બનાવમાં પોલીસે સાગર નવઘણ મૂંધવા અને કુલદીપને ઝડપી લીધા હતા અને તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો આજે બન્નેનો રિપોર્ટ નેગેટીવ આવતા આરોપીઓની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

- text