રવિપાકનું વાવેતર પુરજોશમાં : મોરબી જિલ્લામાં 39,640 હેકટર વિસ્તારમાં રવિપાકનું વાવેતર

- text


અતિવૃષ્ટિની ખોટને રવિપાકમાં સરભર કરવાના ઉજળા સંજોગો : મોરબી જિલ્લામાં ચણાનું 15,035 અને ઘઉંનું 9940 હેકટરમાં વાવેતર : હજુ વાવેતર વધવાની સંભાવના

મોરબી : મોરબી જિલ્લમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ખરીફ પાકમાં મોટી નુકશાની થઈ.હતી. ત્યારે આ ખરીફ પાકની નુકશાનીને રવીપાકમાં સરભર કરવાની ખેડૂતોમાં જબરી આશા જાગી છે અને દિવાળીના બાદ ખેડૂતોએ પુરજોશમાં રવિપાકનું વાવેતર કર્યું છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં 39640 હેકટર વિસ્તારમાં રવીપાકનું વાવેતર થયું છે. જ્યારે મોરબી જિલ્લામાં ત્રણ વર્ષમાં સરેરાશ સરેરાશ વાવેતરનો 43910 હકેટરનો રેશિયો છે.

મોરબી જિલ્લામાં રવીપાકના વાવેતર માટે ઉજળા સંજોગો છે. જેમાં જિલ્લા ખેતીવાડી વિભાગના સતાવાર આંકડા પ્રમાને સૌથી વધુ હળવદ.પિયત વિસ્તાર હોવાથી 15930 હેકટરમાં રવીપાકનું વાવેતર થયું છે. જ્યારે વાંકાનેર તાલુકામાં સૌથી ઓછું 1605 હેકટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત, મોરબી તાલુકામાં 11740 હેકટરમાં અને ટંકારા તાલુકામાં 7615 હેકટરમાં તેમજ માળીયા તાલુકામાં 2750 હેકટર માં રવીપાકનું વાવેતર થયું છે. આ જ રીતે ચાલુ વર્ષમાં જણસીઓ વાઇઝ વાવેતર જોઈએ તો મોરબી જિલ્લામાં સૌથી વધુ 15035 હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારબાદ બીજા ક્રમે 9940 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે.

જીરુંનું 8640 હેક્ટર,રાયનું 540 હેક્ટર, લસણનું 1460 હેક્ટર, ડુંગળીનું 1150 હેક્ટર, ઘાસચારો 1150, વરિયાળી 450 હેક્ટર, ધાંણાનું 510 હેક્ટરમાં, શાકભાજીનું 720 હેકટરમાં વાવેતર થયું છે. હળવદ તાલુકો જિલ્લામાં સૌથી વધુ પિયતવાળો વિસ્તાર ગણાય છે. કારણ કે હળવદ તાલુકામાં ત્રણ કેનાલ નીકળે છે. એટલે સિંચાઈની સુવિધાઓ વધુ હોવાથી હળવદ તાલુકો દરેક વાવેતરમાં જિલ્લામાં મોખરે રહે છે. હજુ જિલ્લામાં રવિપાકનું વાવેતર પુરજોશમાં ચાલી રહ્યું છે. હજુ અમુક જગ્યાએ ચોમાસામાં વાવેલા કપાસ સહિતના પાકો ખેતરોમાં લહેરાઈ છે. આ પાકોના ઉતારા થાય પછી જ બીજું વાવેતર થઈ શકે એમ છે. આથી, અમુક ખેડૂતો હજુ કપાસ સહિતના પાકો ઉતારી રહ્યા હોય પછી થોડા સમયમાં રવિપાકનું વાવેતર કરશે. આથી, આ વર્ષે રવીપાકનું વાવેતર વધે તેવી શક્યતા છે.

- text

- text