સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ પકડાયા

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા છે. આ તમામ પાંચ શખ્સો સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

સરવડ ગામમાં સ્વામી નારાયણ મંદિરવાળી શેરીમા આવેલ જગુ મહારાજના ઘરની સામે વળાંકમા આવેલ ખુલ્લી જગ્યામા જુગાર રમતા હિમતભાઇ રતીલાલભાઇ લોદરીયા, પ્રાણજીવનભાઇ હીરજીભાઇ વિરમગામા, રાજેસભાઇ મકનભાઇ મહાલીયા, રમેશભાઇ અમરશીભાઇ ઠોરીયા તથા નવીનભાઇ શાંતીભાઇ સડૈવાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ કી.રૂ. 1,03,100 કબ્જે કર્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.

- text