ડેઈલી માર્કેટ રિપોર્ટ : વિવિધ કોમોડિટીઝના ૧૩ વાયદા કોન્ટ્રેક્ટ્સના પાકતી તારીખના ભાવ નિર્ધારિત

- text


 

 

નવા વાયદા તેમજ ઓપ્શન કોન્ટ્રેક્ટ્સ કામકાજ માટે ઉપલબ્ધ બનાવાયા

 

મુંબઈ: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર આજે ગુરૂનાનક જયંતિ નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.

દરમિયાન, એમસીએક્સે વિવિધ કોમોડિટીઝના ૧૩ વાયદા કોન્ટ્રેક્ટ્સના પાકતી તારીખના ભાવ નિર્ધારિત કર્યા હોવાનું એક પરિપત્ર મારફત જણાવ્યું છે, જે હેઠળ ગોલ્ડ-ગિનીના વાયદાનો પાકતી તારીખનો ભાવ ૮ ગ્રામદીઠ રૂ.૩૯,૧૭૯, ગોલ્ડ-પેટલનો ૧ ગ્રામદીઠ રૂ.૪,૮૮૦, ચાંદી-મિનીનો કિલોદીઠ રૂ.૬૦,૧૮૪, ચાંદી-માઈક્રોનો કિલોદીઠ રૂ.૬૦,૧૮૪, એલ્યુમિનિયમનો કિલોદીઠ રૂ.૧૬૫.૯૦, તાંબાનો કિલોદીઠ રૂ.૫૬૮.૪૦, નિકલનો રૂ.૧,૨૨૪.૨૦, સીસાનો કિલોદીઠ રૂ.૧૫૫.૨૦, જસતનો કિલોદીઠ રૂ.૨૨૩.૮૦, ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ૧૦ કિલોદીઠ રૂ.૮૯૩.૫૦, કપાસનો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૨૦ અને મેન્થા તેલનો કિલોદીઠ રૂ.૧,૦૯૫.૨૦ નિર્ધારિત કર્યા છે.

- text

આ સાથે જ એક્સચેન્જે વિવિધ કોમોડિટીઝના નવા કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ બનાવ્યા છે, જેમાં તાંબાનો એપ્રિલ-૨૧ કોન્ટ્રેક્ટ, રૂ (કોટન)નો મે-૨૧ કોન્ટ્રેક્ટ, સીપીઓનો એપ્રિલ-૨૧ કોન્ટ્રેક્ટ, ગોલ્ડ-ગિનીનો માર્ચ-૨૧, ગોલ્ડ-પેટલનો માર્ચ-૨૧, સીસાનો એપ્રિલ-૨૧, મેન્થા તેલનો મે-૨૧ કોન્ટ્રેક્ટ, નિકલનો એપ્રિલ-૨૧, ચાંદી-માઈક્રોનો એપ્રિલ-૨૧ અને જસતનો એપ્રિલ-૨૧ કોન્ટ્રેક્ટ મંગળવાર, ૧ ડિસેમ્બરથી, એલ્યુમિનિયમનો એપ્રિલ-૨૧ કોન્ટ્રેક્ટ ૨૪ ડિસેમ્બરથી ઉપલબ્ધ બનાવ્યા છે.

આ ઉપરાંત મંગળવાર, ૧ ડિસેમ્બરથી તાંબાનો માર્ચ-૨૧ ઓપ્શન કોન્ટ્રેક્ટ, જેમાં અંતર્ગત (અંડરલાઈંગ) તરીકે તાંબાનો (૨૫૦૦ કિલોગ્રામ) વાયદા કોન્ટ્રેક્ટ (ફરજિયાત ડિલિવરી) રહેશે, જ્યારે જસતનો માર્ચ-૨૧ ઓપ્શન કોન્ટ્રેક્ટ, જેમાં અંડરલાઈંગ તરીકે જસતનો (૫ મે.ટન) વાયદા કોન્ટ્રેક્ટ (ફરજિયાત ડિલિવરી) રહેશે.

- text