મોરબીમાં 1 ડિસેમ્બરથી યોગ ટ્રેનર બનવા માટેના તાલીમ વર્ગ શરૂ

 

મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલુકા અને ગ્રામ્ય ક્ષેત્રે યોગ ટ્રેનરો તૈયાર કરવા માટે યોગ બોર્ડે નિમેલા પ્રશિક્ષિત યોગ કોચ દ્વારા તાલીમ શરૂ કરવામાં આવી છે. જેમાં યોગ બોર્ડ તરફથી યોગ તાલીમ તથા પ્રમાણપત્ર મેળવીને યોગ ટ્રેનર( શિક્ષક) તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિયમ અનુસાર નિયમિત માત્ર દરરોજનો એક કલાકનો સમય આપી રૂ. 3000થી વધુની માસિક આવક મેળવી શકાય છે.

પ્રથમ બેચ તા.1 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરે શરૂ થનાર છે. જેનો સમય સવારે 6થી 8 છે. સમય મર્યાદા 15થી 60 વર્ષની છે. આ તાલીમ વર્ગમાં ટ્રેનર તરીકે તાલીમ લેવા ઇચ્છુક લોકોએ ફોન દ્વારા વાલજીભાઈ ડાભી મો.નં. 9586282527 અથવા 9409663627 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.