મોરબી : રોઝડુ આડુ આવતા 10 યુવતીઓ સાથેની રીક્ષા પલ્ટી મારી ગઈ

- text


બે યુવતીઓને હાથ અને માથામાં ઇજા, અન્ય યુવતીઓને સામાન્ય ઇજા : લાતીપ્લોટમાં કામ પરથી બોડકીમાં ઘરે પરત જતી વખતે સેજાઈ દુર્ઘટનાં

મોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં કામ માટે બોડકી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથીઆવતી યુવતીઓ ભરેલી રીક્ષા સાંજના સમયે ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન નવલખી રોડથી રોકડીયા હનુમાન વચ્ચે રોડ અચાનક પર અચાનક રોઝડું આડે ઉતરતા રીક્ષા પલટી મારી ગઇ હતી. ઘટનામાં રિક્ષામાં સવાર 10 પૈકીની મદીનાબેન અને પૂજાબેન નામની યુવતીને હાથમાં અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે રીક્ષામાં સવાર અન્ય યુવતીઓને હળવી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં તેમજ આયુષ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લીધો હતો. બનાવની અંગે તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text